તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
માનવીના જીવનમાં ધનબળ-શકિતબળ-આયુષ્યબળ કરતા પણ ચડિયાતું પુસ્તકબળ છે
ર૩ મી એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ પુસ્તકો એ કદી નિષ્ફળ ન જનારા દોસ્તોમાં સૌથી મોખરે છે : વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ શષા છેઃ પુસ્તક એ હકારાત્મક જીવન જીવવાની કડી છે, જે ઘરમાં સારા પુસ્તકો હોય તેસ્વર્ગ સમાનઃ પુસ્તક માનવીનું પરમત્વ વ્યકિતત્વ બનાવે છે

ર૩ મી એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ જયારે વાચક કે વૈચારીકો માટે પુસ્તક દિવસ એટલે દિવાળી જેટલો જ આનંદ હોય (તેટલું જ મહત્વ)
આ દિવસે વિશ્વના પ્રખર સાહિત્ય સર્જકમ (લેખક) વિલિયમ શેકસપિયરનો જન્મ ર૩ મી એપ્રિલ-૧પ૬૪ ના રોજ થયેલ, તેમજ જોગાનુજોગ ર૩ મી એપ્રિલ-૧૬૧૬ ના રોજ મૃત્યુ પણ થયું યુનેસ્કો દ્વારા ૧૯રપ થી દર વર્ષે ર૩ એપ્રિલ સમગ્ર વિશ્વમાં ‘‘વિશ્વ પુસ્તક દિવસ'' ઉજવવાનું જાહેર કર્યું. સાથે-સાથે ‘‘વિશ્વ કોપીરાઇટ દિવસ'' તરીકે પણ ઉજવાય છે. ભારત સરકારે ર૦૦૧ થી આ દિવસને ‘‘વિશ્વ પુસ્તક દિવસ'' ની માન્યતા આપી છે.
આ દિવસના પ્રાધાન્ય માટે યુનેસ્કો દ્વારા વાંચન, પબ્લીશીંગ, કોપીરાઇટના પ્રચાર-પ્રસાર હેતુ આ દિવસની ઉજવણી થાય છે. માનવ જીવનના સામાજિક- સાંસ્કૃતિ વિકાસમાં સાહિત્ય સર્જકોએ આપેલ યોગદાન પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ આવે ‘‘પુસ્તક એ માનવીના જીવન ઘડતરમાં અભિન્ન અંગ છે.'' આજે ટીવી. કોમ્પ્યુટર, ડી.વી.ડી. તેમજ ઇન્ટરનેટ માધ્યમોનો વપરાશ ખુબ વધ્યો છે. તેથી પુસ્તકોની ખરીદી ઘટી હોય, પણ પુસ્તકની વિશ્વસનીયતા હજુ પણ અવલ્લ ને અકબંધ છે. માટે આજના આજના દિવસની ઉજવણીમાં પ્રકાશકો પણ ભાગ લે છે. સાથેસાથે અગ્રગણ્ય લાયબ્રેરીઓ દ્વારા વાંચન પ્રત્યે લગાવ સુ-સંગત કાર્યક્રમો યોજવામાં આવે છે. પુસ્તક એ વિશ્વને ઘણું ઘણું આપી શકે છે. જેમ કે સમજણ, સહનશીલતા, કાર્ય એકાગ્રતા વૈચારિકતા અને સંવાદ વડે સામાજિક એકીકરણ જાગૃતિનું કામ પુસ્તકો જ કરે છે. પુસ્તકોની મૈત્રી જીવન ઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે. આજના દિવસે સર્વ પરિવાર નિヘય કરે કે દર મહિને પરિવારને પ્રેરણા આપતું એક પુસ્તક અવશ્ય વસાવવું અને તેનું વાંચન કરવું. જે સંસ્કારીતાના ભાથા સમાન ગણાય.
‘‘મનુષ્ય ને પોતાના આંતર ચક્ષુ વડે જ્ઞાન ના દિવ્ય પ્રકાશને પામવા માટે સાહિત્ય જ અસરકારક અને ઉન્નત માધ્યમ રહેલું છે.'' જયારે એટલું તો ચોકકસ કહેવાય કે માનવીના જીવનમાં ઘનબળ-શકિતબળ- આયુષ્યબળ કરતા પણ ચડિયાતું પુસ્તકબળ છે. પુસ્તક એ તમારો સર્વાધિક ઉત્તમ મીત્ર છે. એટલે જ કહેવાય છે કે પુસ્તકો એ કદી નિષ્ફળ ન જનાર દોસ્તોમાં સૌથી મોખરે છે. જયારે વિચારોના યુદ્ધમાં પુસ્તકો શષા છે.
આજના બાળક-યુવાનને વાંચન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સર્વોતમતા જરૂરી છે. તમારા અભ્યાસ કાળ કે જ્ઞાન પ્રાપ્તિ માટે વિશેષ સમય લાયબ્રેરીમાં પસાર કરવો જોઇએ,'' લાયબ્રેરી અને જ્ઞાન એક સિકકાની બે બાજુ છે.'' કોઇ મોટા તત્વ ચિંતક -સાહિત્યકાર-ફિલ્મીકાર-નાટયકાર-ધાર્મિક વિવેચકો કઇંક નવું આપવા માટે વાંચન અનિવાર્ય કરતા હોય છે. તેને કારણે જ તેમનું મહત્વ જળવાઇ રહે છે. આપની વાંચન વૃતિને કારણે ઘરમાં પણ નાની-મોટી લાયબ્રેરી હોય તો બહારથી આવનાર વ્યકિત પણ તમારી પ્રત્યે ઉન્નત ભાવ પ્રગટ કરે છે.
જેને કારણે નવી ઉર્જા પ્રાપ્ત થશે, ઉર્જા અભિવ્યકત થશે, આપના દ્વારા જ્ઞાનવર્ષાથી ભીંજવીએ. અને વાંચન યજ્ઞ નિરંતર રાખીએ આ દિવસની ઉજવણી ૧૦૦ થી વધારે દેશોમાં ઉજવાય છે. આ પ્રવૃતિ થી બાળક, યુવાન, પૌઢ, વૃદ્ધ અનોન્યતા પ્રાપ્ત કરે છે. આથી કહેવાયું કે જે સમાજ-રાષ્ટ્રમાં હકારાત્મક સાહિત્યની પ્રાપ્તી હોય તે સમાજ વૈચારિક ઉન્નત હોય.
ડો.રાજેશ એચ. ત્રિવેદી
લાયબ્રેરિયન,
પી.ડી.યુ. મેડીકલ કોલેજ-રાજકોટ
મો. ૯૮૯૮૦ ૨૭૫૧૪
(10:53 AM IST)










