<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

રાજકોટ યાર્ડમાં ચણાની રેકર્ડ બ્રેક ર.૬ર લાખ મણની આવક

રાજકોટઃ રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ચણાની રેકર્ડ બ્રેક ર,૬ર,પ૦૦ મણની જંગી આવક થઇ હતી. ચણા પીળા એક મણના ભાવ ૯૪૦ થી ૧૧૧૧ રૂા. ના ભાવે સોદા પડયા હતા. તેમજ ધાણા ર૯,૦૦૦ મણ, મગફળી ૧૮,૦૦૦ મણ, તથા જીરૂની ૭ર૦૦ મણની આવક થઇ હતી. ચણા સહીતની વિવિધ જણસી ભરેલા ૧રપ૦ થી વધુ વાહનોની યાર્ડ પાસે લાંબી લાઇનો લાગતા વાહનોને માર્કેટ યાર્ડમાં ક્રમશઃ પ્રવેશ આપી ઉતરાઇની વ્‍યવસ્‍થા રાજકોટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વાઇસ ચેરમેન, યાર્ડના ડીરેકટરો, તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી. તસ્‍વીરમાં ચણાનો જંગી જથ્‍થો અને વાહનોની કતારો નજરે પડે છે.

(12:24 PM IST)