<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

સીટી બસ અકસ્‍માત મુદે કોંગ્રેસ આક્રમકઃ પોલીસ કમિશનર કચેરીએ રામધુન:જુઓ વિડીયો

શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વશરામ સાગઠિયાની આગેવાનીમાં ઉગ્ર રજુઆતઃ વાતાવરણ તંગ

રાજકોટ તા.રરઃ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, રાજકોટ મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા ની આગેવાની હેઠળ જિલ્લા પંચાયત ચોક ખાતે સીટી બસ અકસ્‍માત મુદે કોંગ્રેસના ૧૦૦ આગેવાનો કાર્યકરો ઉપસ્‍થિત થઈ પોલીસ કમિશન કચેરી ખાતે ઘસી ગયા હતા અને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્‍યું હતું. જેમાં પોલીસની ઢીલી લીધી અંગે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવી દેખાવો, સૂત્રોચાર, રામધુન, હાય હાય, ભાજપ વિરુદ્ધ સૂત્રોચારથી પોલીસ કમિશનર કચેરી ગજવી મૂકી હતી. મહિલા કોંગ્રેસના આગેવાનો પણ મોટી સંખ્‍યામાં મહિલા કોંગ્રેસના આગેવાનોએ પોલીસને બંગડી બતાવી હતી અને ભારે રોષ દાખવ્‍યો હતો. પોલીસ કમિશનર દ્વારા ચાર વ્‍યક્‍તિ જ અંદર આવે એવો હઠાગ્રહને પગલે ભારે તંગ વાતાવરણ થયું હતું અને પોલીસ કમિશનર કચેરી પાસેના લીમડા હેઠળ બેસી એક કલાક દેખાવો કરવામાં આવ્‍યા હતા.

આજના પોલીસ કમિશનરના ઘેરાવના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, સંજયભાઈ અજુડીયા, રાજદીપસિંહ જાડેજા, નયનાબા જાડેજા, મકબુલભાઈ દાવદાણી, ઈર્શાદભાઈ, કોમલબેન ભારાઇ, રાહુલ સોલંકી, દીપ્તિબેન સોલંકી, દીપુબેન રવૈયા, મીનાબેન જાદવ, જયાબેન ટાંક, સંજયભાઈ લાખાણી, કળષ્‍ણદતભાઇ રાવલ,રહીમભાઈ સોરા, યુનસભાઇ જુણેજા, ભાવેશભાઈ બોરીચા, તુષારભાઈ નંદાણી, કલ્‍પેશભાઈ કુંડલીયા, નિલેશભાઈ ગોહેલ, રમેશભાઈ ઝુંઝા, નિલેશભાઈ વિરાણી, નંદાભાઇ ડાંગર, કિંજલબેન જોષી, ગીરીશભાઈ પટેલ, જયાબેન ચૌહાણ, અહેસાન ચૌહાણ, ચિંતન દવે, જગાભાઈ મોરી,  દિલીપભાઈ આસવાણી, હબીબભાઈ કટારીયા, જીગ્નેશ બોરડ, જીતુભાઈ ઠાકર, ગજેન્‍દ્રસિંહ ઝાલા, અશોકભાઈ વાળા, હિંમતભાઈ મયાત્રા, રઘુરામભાઈ યાદવ, દીપકભાઈ મકવાણા, જસુબા વાંક, સલીમભાઈ કારિયાણી, નાગજીભાઈ વિરાણી, ડી પી મકવાણા, લાખાભાઈ ઊંધાડ, રસિકભાઈ ભટ્ટ, મયુરસિંહ સોલંકી, ચંદ્રિકાબેન વરાણીયા, ગૌરવભાઈ પુજારા, અજીતભાઈ જુણેજા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

(3:52 PM IST)