<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

શનિવારે સિનિયર સિટિઝન્‍સ માટે અનોખો સેમિનાર નિવૃતિઃ નવી ઇનીંગ, નવી શરૂઆત

 

રાજકોટઃ સીઝન્‍સ સ્‍કેવર  ચેરીટેબલ  ટ્રસ્‍ટ અને સાહિત્‍ય સેતુ રાજકોટના ઉપક્રમે તા.૨૬, શનિવારે સાંજે ૫ વાગ્‍યે સિનિયર સિટિઝન્‍સ માટે અનોખો  સેમિનાર સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કૂલ કાલાવડ રોડ ખાતે યોજવામાં આવ્‍યો છે. જેનું નામ છે, નિવૃતિઃ નવી ઇનિંગ, નવી શરૂઆત.

આ સેમીનારમાં રાજકોટના જાણીતા નેશનલ પ્રાઇમ ટ્રેનર, મોટીવેશનલ સ્‍પીકર ભરત દુદકીયા નિવૃતિ પછી પ્રવૃત કેમ રહેવું? સેકન્‍ડ ઇનિંગ કેમ રમવી? એ વિશે માર્ગદર્શન  આપશે.આ પ્રસંગે અતિથિ વિશેષ પદે રમેશભાઇ ઠકકર, ડો. ભાવેશ દેવાણી, ધ્રુવકુમાર ત્રિવેદી, પ્રદિપભાઇ જોબનપુ્‌ત્રા ઉપસ્‍થિત રહેશે.સિનિયર સિટિઝન્‍સને આમંત્રણ અપાયું છે. કાર્યક્રમ માટે અનુપમભાઇ દોશી ,ડો. સુધીર પંડયા, ભૂષિત શુકલ, ઉર્વેશ પટેલ પરિમલ જોશી, દેવેન્‍દ્ર મહેતા જનાર્દન આચાર્ય, પકંજ રૂપારેલીયા જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:22 PM IST)