<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

રે પારેવડા તરસ્‍યા ના રહેજો...પોલીસ કમિશનર, પોલીસ સ્‍ટેશનો સહિતના સ્‍થળે પક્ષી માટે ૨૭૫ પાણીના કુંડા મુકાયા

રાજકોટઃ હાલમાં કાળઝાળ ગરમી પડી રહી હોઇ શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે તેમજ દરેક એસીપી કચેરી, દરેક પોલીસ સ્‍ટેશન, ચોકીઓ, ટ્રાફિક કચેરી, પોલીસ લાઇન, બાગ બગીચા, મંદિરો, રેઇન બસેરા આશ્રમો ખાતે પક્ષીઓ માટે પાણીના કુંડા મુકવામાં આવ્‍યા છે. તેમજ ચકલીઓ માટે માળા મુકવામાં આવ્‍યા છે. આ કુંડાઓને નિયમીત ચોખ્‍ખા કરી ફરી પાણીથી ભરવામાં આવે તે માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ડીજીપી વિકાસ સહાયએ આ સદ્દકાર્ય કરવા સુચન કર્યુ હોઇ તે અંતર્ગત પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા,ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી પૂજા યાદવ, ડીસીપી જગદીશ બાગંરવાએ પાણીના કુંડા મુક્‍યા હતાં. આ રીતે કુલ ૨૭૫ પાણીના કુંડા, માળા મુકવામાં આવ્‍યા છે. (૧૪.૭)

(2:35 PM IST)