<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

ઓરિસ્‍સાથી ગાંજો રાજકોટ આવ્‍યો પણ વેંચાય એ પહેલા એસઓજીએ જપ્‍ત કર્યો

ગાંજો મંગાવનાર કાર્તિક ઉર્ફ ભોલો અને ૧૫ હજાર વસુલી ટ્રેન મારફત લાવનાર જીવાને શાસ્ત્રી મેદાનમાંથી પકડી લેવાયાઃ દિગ્‍વીજયસિં અને હાર્દિકસિંહની બાતમીઃ પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ ધાસુરાની ટીમની વધુ એક સફળ કામગીરી

રાજકોટ તા. ૨૧: શહેર એસઓજીની ટીમે વધુ એક વખત ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.  યુવાધન માદક પદાર્થના રવાડે ન ચડે અને આવા પદાર્થની હેરાફેરી અટકે તે માટે ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. દિગ્‍વીજયસિંહ ગોહિલ અને કોન્‍સ. હાર્દિકસિંહ પરમારની બાતમી પરથી શાસ્ત્રી મેદાન અંદરથી કાર્તિક ઉર્ફ ભોલો કાનજીભાઇ ગોહેલ (ઉ.૩૩-રહે. આરએમસી ક્‍વાર્ટર-૧૪૬૮, ગોવિંદરત્‍ન બંગલો સામે નાના મવા રોડ) તથા જીવા હાથીયાભાઇ ચુડાસમા (ઉ.૪૨-રહે. કોઠારીયા રેલ્‍વે સ્‍ટેશન સામે ૨૫ વારીયા ક્‍વાર્ટર નં. ૯૭, કોઠારીયા સોલવન્‍ટ)ને રૂા. ૨,૪૦,૬૯૦ના ૨૪.૦૬૯ કિલો ગાંજા સાથે ઝડપી લેવાયા હતાં. આ બંને પાસેથી ગાંજો તેમજ એક બાઇક, બે મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૨,૯૫,૬૯૦નો મુદ્દામાલ જપ્‍ત કરી એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરાવાયો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ કાર્તિક ઉર્ફ ભોલો અગાઉ દારૂના ગુનામાં ડીસીબીના હાથે પકડાયો હતો. હવે માદક પદાર્થના ધંધાના રવાડે ચડયો હતો. તેણે પરીચીત એવા જીવાને ઓરિસ્‍સા મોકલ્‍યો હતો. જીવો ત્‍યાંથી ટ્રેન મારફત આ ગાંજો લાવ્‍યો હતો. જે હસ્‍તગત કરવા કાર્તિકે તેને શાસ્ત્રી મેદાનમાં બોલાવ્‍યો હતો.

તે વખતે જ એસઓજીએ બંનેને પકડી લીધા હતાં. જીવાએ ગાંજો ઓરિસ્‍સાથી લાવવાના કામ માટે પંદર હજાર વસુલ્‍યા હતાં.  પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એસ. બી. ધાસુરા, હેડકોન્‍સ. ઇન્‍દ્રસિંહ, મોૈલિકભાઇ, દિગુભા, ફિરોઝભાઇ, અરૂણભાઇ, કોન્‍સ. હાર્દિકસિંહ, યોગેન્‍દ્રસિંહ, હરદેવસિંહ, ડ્રા.હેડકોન્‍સ. ધમભા, મહાવીરસિંહે આ કામગીરી કરી હતી. ગાંજાનું પરિક્ષણ એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાએ કર્યુ હતું. (૧૪.૫)

(2:38 PM IST)