News of Tuesday, 22nd April 2025
સ્વયંભૂ બ્રહ્મસેવક દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ ધામધૂમે ઉજવાશેઃ છ દિવસ વિવિધ કાર્યક્રમો
અયોધ્યા ચોકથી વાજતેગાજતે રેલી નિકળશે આલાપગ્રીન સીટીના મેદાનમાં સ્થાપનાઃ બાળકો માટે સ્પર્ધા, મહાઆરતી, લોકડાયરો, દાંડીયારાસનું પણ આયોજન

રાજકોટઃ રૈયારોડ ઉપર આલાપ ગ્રીન સીટીના મેદાનમાં સ્વયંભૂ બ્રહ્મસેવક રાજકોટ દ્વારા સતત તળતીય વર્ષે તા. ૨૪ થી તા.૨૯ સુધી આરાધ્ય પરશુરામ ભગવાન જન્મોત્સવ ની જાજરમાન ઉજવણી કરવામાં આવશે
ભગવાન વિષ્ણુ ના છઠા અવતાર અને બ્રાહ્મણો ના આરાધ્ય એવા ભગવાન પરશુરામ દાદા ના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવા માટે સ્વયંભૂ બ્રહ્મસેવક દ્વારા તા. ૨૪ થી તા. ૨૯ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલા છે,જેમાં તા.૨૪ ગુરુવારે ગળહમંદિર એપાર્ટમેન્ટ,અયોધ્યા રેસીડેન્સી અયોધ્યા ચોક થી સાંજે ૪ કલાકે વાજતે ગાજતે આલાપ ગ્રીન સિટી મધ્યે સ્થાપના રેલી દ્વારા સ્થાપના કરવામાં આવશે અને રાતે ૮ કલાકે મહાઆરતી,તા ૨૫ના મહાઆરતી બાદ મહિલા પાંખ દ્વારા આયોજિત સાંસ્કળતિક કાર્યક્રમાં અને બાળકો મા અલગ અલગ સ્પર્ધા,તા. ૨૬ મહાઆરતી બાદ રાતે ૯ કલાકે લોક સાહિત્યકાર શ્રી હર્ષોલભાઈ કનૈયા અને લોક ગાયક શ્રી સાગરભાઈ મેસવાણીયાનો લોક ડાયરો તા. ૨૭ સાંજે ૮ કલાકે મહાઆરતી, અલ્પાહાર બાદ રાતે ૯ કલાકે દાંડિયારાસ ની રમઝટ,તા. ૨૮ સાંજે ૪ કલાકે ભગવાન શ્રી સત્યનારાયણ કયા ત્યારબાદ અન્નકોટ અને રાતે ૮ કલાકે મહાઆરતી ત્યારબાદ શિવ ડાન્સિકલ ગ્રુપ મેહુલભાઈ અને તેમના ટિમ દ્વારા ભવ્ય નળત્ય અને ડાન્સ માનવાનો અદભુત લ્હાવો,તા ૨૯ સવારે ૮.૩૦કલાકે યજ્ઞ અને બપોરે ૧૨.૩૦ કલાકે પરશુરામ દાદા નું ઉત્થાપન થશે.
આલાપ ગ્રીન સિટી મધ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ સામે તડામાર તૈયારીઓ કરવામાં આવશે, આનંદ પુરોહિત,વિરલભાઈ ભારદ્વાજ દવે સમીરભાઈ પંડયા, તેજસભાઈ રાવલ,હર્ષભાઈ રાવલ,મહેશભાઈ પાઠક, મિતેષભાઈ પંડયા,મનીષભાઈ દવે,હેતલભાઈ શુક્લ, વિમલભાઈ વ્યાસ,સંકેતભાઈ આચાર્ય, જયેરા ભાઈ પંડ્યા,નીતિનભાઈ પાઠક,કૌશિકભાઈ રાવલ,સિદ્ધાર્ય દેસાઈ,વિજયભાઈ વ્યાસ,હાર્દિકભાઈ પાઠક,ઋષિભાઈ ત્રિવેદી,ધર્મેશભાઈ રાવલ,રાજભાઈ વ્યાસ,વિરાગભાઇ જોશી,વિવેકભાઈ મેહતા,અલ્પેશભાઈ લહેરું,નિપુલભાઈ જોશી,દર્શનભાઈ પાઢ,નિલેશભાઈ ત્રિવેદી,ગુરુ રાવલ, કિશાન ઠાકર,હાર્દિકભાઈ રાજગોર,કળણાલભાઈ દવે, અને સ્વયંભૂ બ્રહ્મશક્તિ જેમાં દેવિકાબેન રાવલ,નેહલબેન રાવલ,જાનકીબેન દવે,ઉર્વીબેન આચાર્ય, તનવીબેન લહેરું,કોમલબેન રાવલ,દેવયાનીબેન રાવલ,હેમાનીબેન રાવલ,દક્ષાબેન વ્યાસ,મનીષાબેન આચાર્ય,બંસીબેન પાઠક, પ્રીતિબેન વ્યાસ જહેમત ઉઠાવો.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:56 PM IST)










