<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

બ્રહ્મદેવ સમાજ દ્વારા પરશુરામ જન્‍મોત્‍સવ ઉજવાશેઃ બહુમાળી ભવન ખાતે ગુરૂવારે વાજતે ગાજતે પરશુરામ દાદાની પધરામણી

મહાઆરતી,સંસ્‍કૃતિક કાર્યક્રમ, શ્‍લોક સ્‍પર્ધા, સત્‍યનારાયણ ભગવાનની કથા, છપ્‍પન ભોગ, સરકારી યોજનાને લગતી માહિતી અપાશેઃ મંગળવારે શોભાયાત્રા નિકળશે

રાજકોટઃ બ્રહ્મ દેવ સમાજ દ્વારા છેલ્લા દસ વર્ષથી પરશુરામ જન્‍મોત્‍સવ નીમીત વિવિધ કાર્યક્રમો થકી ભવ્‍ય ઉજવણી કરાય છે. તા. ર૪ ગુરૂવાર સાંજે પ કલાકે શ્રી પરશુરામ દાદાની પધરામણી થશે, તા. ર૮ સોમવાર સુધી ત્‍યાં રોજ બહુમાળી ભવન  ખાતે રાત્રે ૮ વાગ્‍યે શ્રી પરશુરામ દાદની ભવ્‍ય મહાઆરતી અને વિવિધ કાર્યક્રમો જેવા કે સાંસ્‍કૃતિક કાર્યક્રમ, કર્મકાંડી પ્રકોષ્‍ઠ દ્વારા વૈદિક ઋચાઓના શ્‍લોક  સ્‍પર્ધા, સત્‍યનારાયણ ભગવાની કથા, છપ્‍પન ભોગ, સમાજને લગતી વિવિધ સરકારી યોજનાને લગતી માહિતી આપતા કાર્યક્રમો યોજાશે.

તા.ર૭ રવિવારે રાત્રે બહુમાળી ભવન ચોક, શ્રી પરશુરામ દાદા પંડાલ   ખાતે સાંસ્‍કૃતિક સેલના અધ્‍યક્ષ શ્રી સાગર રાવલના માર્ગદર્શન હેઠળ ડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

પરશુરામ જન્‍મોત્‍સવના દિવસે એટલે કે તા. ર૯ મંગળવાર સાંજે ૪-૩૦ કલાકે બ્રહ્મ દેવ સમાજ રાજકોટ દ્વારા બહુમાળી ભવન ચોકથી ૧પ૦ ફુટ રીંગ રોડ, શીતલ પાર્ક સુધી ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ શોભાયાત્રામાં શહેરના સામાજીક રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ સહિત શહેરના ભુદેવ પરિવારો મોટી સંખ્‍યામાં જોડાશે. જેમાં વિવિધ સાંસ્‍કૃતિક ફલોટસ આકર્ષણ બનશે જેમાં આશાપુરા ફાર્માના ગ્રાઉન્‍ડમાં,   આર.કે. વલ્‍ડ વાળી શેરી, શીતલ પાર્ક ખાતે બ્રાહ્મણ નારી શકિતઓ દ્વારા ફરસી રાસ અને મહા આરતી, રાસગરબા  મુખ્‍ય આકર્ષણ  રૂપે રહે છે. આ આયોજનને સફળ બનાવવા બ્રહ્મ દેવ સમાજના મીલનભાઇ શુકલ, વિપુલભાઇ જાની, જીજ્ઞેશભાઇ ત્રિવેદી મનોજભાઇ રાજગોર, ધ્રુવિશા બહેન  રાવલ, જાગૃતિબેન જોષી, ભાર્ગવભાઇ મહેતા જહેમત ઉઠાવી રહયા છે. ગરબા અને મહાઆરતી યુવા સિંગર સાગર રાવલ અને પુજા થાનકીના સુરના સથવારે રહેશે.

(2:59 PM IST)