News of Tuesday, 22nd April 2025
વોર્ડ નં.૧૨માં વરસાદી પાણીના નિકાલ માટે રૂ.૯૫.૯૦ લાખના ખર્ચે પાઈપ ગટર નાખવાના કામનો પ્રારંભ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં.૧૨માં આર.કે.એમ્પાયર બિલ્ડીંગથી મવડી ચોક સુધી વરસાદી પાણીના નિકાલ માટે રકમ રૂ.૯૫.૯૦ લાખના ખર્ચે પાઈપ ગટર નાખવાના કામનું ખાતમુહૂર્ત પ્રમુખ રાજકોટ શહેર ભાજપ ડૉ.માધવ દવે અને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવ્યું. આ ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં પ્રમુખ રાજકોટ શહેર ભાજપ ડૉ.માધવ દવે, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ મેયર અને કોર્પોરેટર ડૉ.પ્રદિપ ડવ, એસ્ટેટ સમિતિ ચેરમેન અને કોર્પોરેટેર મગનભાઇ સોરઠિયા, કોર્પોરેટેર મિત્તલબેન લાઠીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, શિક્ષણ સમિતિ સભ્ય મનુસુખભાઈ વેકરીયા, યુવા મોરચા પ્રમુખ કીશનભાઈ ટીલવા, મહિલા મોરચા મહામંત્રી કિરણબેન હરસોડા, વોર્ડ પ્રભારી નરશીભાઈ કાકડિયા, વોર્ડ પ્રમુખ જયેશભાઈ પંડયા, વોર્ડ મહામંત્રી મહેશભાઈ ભરડવા, દશરથસીંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, ગીતાબેન શિશાંગીયા, મહેશભાઇ અવાડિયા, દિલીપભાઈ કોટડીયા, કિશોરભાઇ રાઠોડ, આસિફભાઈ મલેક, યુવરાજસિંહ ઝાલા, હેમેન્દ્રસિંહ જાડેજા, સતિષભાઇ ટોળિયા, પરષોત્તમભાઈ રાઠોડ, -તાપભાઈ વ્યાસ, ચેતન હિરપરા, જય ગજજર, કશ્યપ મેંદાપરા, સુરેશભાઈ રામાણી, રશ્મિબેન પટેલ, મેઘનાબેન હિરપરા, કાજલબેન બુટાણી, હંસાબેન ધમ્મર, નિર્મલાબેન અગ્રાવત, દિવ્યરાજસિંહ રાણા, વિરલ રાઠોડ, પ્રકાશ ગોંડલીયા, નિર્મલ રાઠોડ, કમલેશભાઈ મેસવાણિયા, રાજુભાઇ ગરચર, જિગ્નેશભાઈ લાઠીયા, મહીરાજભાઈ બોરીચા, વરુણ જળુ, કાનભાઈ મકવાણા, અશોકભાઇ જીવાણી, ભરતભાઇ ખૂંટ, ચિરાગ ગજજર, દિપક સિંધવ, જયેશ ઝાપડા, નૈમિષ ચોંટાઈ વગેરે સ્થાનિકો ઉપસ્થિત રહેલ. આ કામે કુલ ૭૮૫ રનિંગ મીટરમાં એન.પી.૩ ક્લાસ, ૧૦૦૦ એમ.એમ.ડાયામીટરના ૭૨૫ ટેકનિકલ ટૂંકી રનિંગ મીટર, ૯૦૦ એમ.એમ.ડાયામીટરના ૧૫ રનિંગ મીટર, ૭૦૦ એમ.એમ.ડાયામીટરના ૧૫ રનિંગ મીટર, ૬૦૦ એમ.એમ.ડાયામીટરના ૧૫ રનિંગ મીટર, ૪૫૦ એમ.એમ.ડાયામીટરના ૧૫ રનિંગ મીટરમાં આર.સી.સી. સ્ટોર્મ વોટર પાઈપલાઈન નાખવાના કામનો સમાવેશ થાય છે. આ કામ થવાથી ઉમિયા ચોક, મવડી ચોક તથા ૧૫૦ ફૂટ રિંગ રોડના લાગુ વિસ્તારોના આશરે ૨૦૦૦ લોકોને ફાયદો થશે અને હાલાકીમાંથી મુક્તિ મળશે.(૨૩.૨૨)
(3:11 PM IST)










