News of Tuesday, 22nd April 2025
જીવનમાં તકવાદીને નહી સિધ્ધાંતવાદી બનનારાને દુનિયા યાદ કરે છે. પૂ.ધીરજમુનિ મ.સા.
ગોંડલ રોડ (વેસ્ટ) માં પારેખ ઉપાશ્રયે ધીરગુરુદેવની પધરામણીથી ધર્મોલ્લાસ

રાજકોટ : શ્રી ભાગ્યાવંતાજી મહાસતીજી સાધના સ્મૃતિ ટ્રસ્ટ(જૈન ભવન) રાજકોટ દ્વારા તા. ૪-૧૨-૧૯૯૪ના પૂ.શ્રી ધીરગુરુદેવ તથા પૂ.મુકતાબાઇ મ.સ.પૂ. પૂ.કુંદન- પુષ્પાબાઇ મ.સ.કાંતાબાઇ મ.સ.આદિ ઠાણાની નિશ્રામાં માતુશ્રી ચંચળબેન જેઠાલાલ પારેખ ઉપાશ્રયનું ભૂમિપૂજન કરવામાં આવેલ. માત્ર ૬ મહિનામાં ૩ મંજિલમાં ઉપાશ્રય, માનવંતાબેન અફીણી- આયંબિલ ભવન, કાંતાબેન ચંદુલાલ વોરાઆયંબિલ હોલ સંકુલનું ઉદ્ઘાટન તા. ૨૫-૦૬-૯૫ના પૂ. ધીરગુરુદેવ તથા પૂ. ગુલાબબાઇ મ.સ. પૂ. લીલમબાઇ મ.સ. પૂ. નિર્મળાબાઇ મ.સ. પૂ. સૂર્ય-વિજય મ.સ. પરિવાર, પૂ. કિરણબાઇ મ.સ.ની નિશ્રામાં ઉજવાયેલ અને પ્રથમ ચાતુર્માસ પૂ. ધીરગુરુદેવ તથા પૂ. પ્રફુલાબાઇ મ.સ.ની નિશ્રામાં સંપન્ન થયેલ.
જયારે જયાબેન નાગરદાસ શાહ- ઓમાનવાલા ઉપાશ્રય (રોયલપાર્ક) નો ૧૨૦૦ વાર જગ્યામાં શિલાન્યાસ તા. ૯-૦૫-૧૯૯૩ના પૂ.રતિલાલજી મ.સા. પૂ.ધીરજમુનિ મ.સા. તથા મહાસતીજી વૃંદની નિશ્રામાં યોજાયેલ. અને તા. ૨૧-૦૫-૧૯૯૫ના પૂ.રીતલાલ મ.સા. પૂ. ગિરીશમુનિ મ.સા. પૂ. ધીરજમુનિ મ.સા. તથા શ્રમણસંધીય પૂ. અરૂણમુનિ મ.સા. ની નિશ્રામાં તાત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના હસ્તે ઉદ્ઘાટન થયેલ
તા. ૨૨-૦૫-૯૫ ના ભામાશા રમણીકભાઇ શાહ (ઓમાનવાલા)ના ઉપવાસ વરસીતપના પારણા ઓમાનવાલા ઉપાશ્રયે ઉજવાયેલ આમ ભાગ્યવંતાજી ટ્રસ્ટ દ્વારા ઓમાનવાલા અને પારેખ ઉપાશ્રયના નિર્માણ થવા પામેલ.
ધર્મસભામાં ગુરુદેવે જણાવેલ કે-સંપતિ એકત્ર કરનાર સન્માનનીય બનતા નથી. પરંતુ મળેલી સંપતિનો સદુપયોગ કરનાર સર્વત્ર સન્માનનીય બને છે.
પારેખ ઉપાશ્રય નિર્માણમાં તત્કાલીન પ્રમુખ શિરીષભાઇ બાવીસીની ટીમનું યોગદાન કયારેય ભૂલવું ન જોઇએ સેવાભાવી મુળુભાઇ દોમડીયાની ખડે પગે સેવા આજેય સ્મરણીય છે.
દાતાઓના દાનથી ટીપે ટીપે સરોવર ભરાય તેમ પારેખ ઉપાશ્રયનું કાર્ય થવા પામેલ છે. દાતાઓ થકી સંસ્થાઓ ચાલે છે. ટ્રસ્ટીઓ રખેવાળ બની શકે, માલિક નહી.
વધુમાં કહેલ કે-જીવનમાં કયારેય તકવાદીને નહી સિધ્ધાંતવાદી બનનારાને દુનિયા યાદ કરે છે. સંઘપ્રમુખ કિરીટભાઇ શેઠએ સ્વાગત કરી ઉપાશ્રય નિર્માણમાં ગુરુદેવના ઉપકારનો ઋણ સ્વીકાર કરેલ વર્ધમાન મંડળના પ્રગતિબેન શેઠ વગેરેએ ચાતુર્માસ ફાળવવા વિનંતી કરેલ. (૩.૧૫)
(4:20 PM IST)










