<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

મનપાની ફૂડ શાખા હેમુગઢવી હોલ પાસેના હોકર્સ ઝોનમાં ત્રાટકીઃ ચેકીંગ

૧૭ ખાણીપીણી ધંધાર્થીઓને ત્‍યાં ચકાસણીઃ ૧ ને લાઇસન્‍સની નોટીસઃ આઇસ્‍ક્રીમ, સીંગતેલ સહિત ૬ નમુના લેવાયા

રાજકોટ તા.રરઃ રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના હેમુગઢવી હોલ પાછળ -હોકર્સ ઝોન વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૭ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૧ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૧૭ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ફુડ શાખા દ્વારા ચકાસણી દરમ્‍યાન મહાદેવ પાઉંભાજીને લાઇસન્‍સ મેળવવા સુચના આપવામાં આવ છે.

નમુના લેવાયા

ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ (૧) વેનીલા આઇસ્‍ક્રીમ (લુઝ) સોનારૂપા પાર્લર, ભક્‍તિનગર સોસાયટી સર્કલ, ૮૦ ફૂટ રોડ, મેઘાણી રંગ ભવન સામે, રાજકોટ. (૨) ઓરિયો કુકીઝ આઇસ્‍ક્રીમ (લુઝ) સોનારૂપા પાર્લર, ભક્‍તિનગર સોસાયટી સર્કલ, ૮૦ ફૂટ રોડ, મેઘાણી રંગ ભવન સામે, રાજકોટ. (૩)  બરફ ગોલાનું કાચી કેરી ફલેવર સિન્‍થેટીક સિરપ (લુઝ) સાંજ ગોલા એન્‍ડ રસ સેન્‍ટર, શ્રીરાજ પ્‍લાઝા શોપ નં. ૧, વાંકાનેર સોસાયટી, જામનગર રોડ, રાજકોટ. (૪)HARSH NATURAL FARM (JAGGERY) (FROM 500 GM  ફ્‌લોરા આઇકોન શોપ નં.૦૬, અંબામાં મંદિર સામે, અંબિકા ટાઉનશિપ, રાજકોટ (૫)  GAUTAM NATURAL FARM PEANUT OIL (500 ML PKD BOTLE) -AGRI SYNC NEXUS PVT. LTD., ફ્‌લોરા આઇકોન શોપ નં.૦૬, અંબામાં મંદિર સામે, અંબિકા ટાઉનશિપ, રાજકોટ (૬) SATTVAGUN ORGANIC GROUNDNUT OIL (1 LTR. PACK BOTTLE) -AGRI SYNC NEXUS PVT. LTD.., ફ્‌લોરા આઇકોન શોપ નં.૦૬, અંબામાં મંદિર સામે, અંબિકા ટાઉનશિપ, રાજકોટ સહિત ૬ નમુના લેવામાં આવ્‍યા હતા.

(3:18 PM IST)