News of Tuesday, 22nd April 2025
અમને પણ વળતર આપોઃ મૃતક યુવકના પરિજનોની માંગ
ગત મહિને સીટી બસની ઠોકરે યુવાનનો ભોગ લેવાયેલ : મ્યુ. કમિશનર તથા મેયરને પત્ર લખી યોગ્ય કરવા રજુઆત

રાજકોટ તા.૨૨: શહેરમાં ગત અઠવાડીયો ઇન્દીરા સર્કલ ખાતે સીટી બસે ચાર વ્યકિતનો ભોગ લીધો છે.ત્યારે માર્ચ મહિનામાં જ કોટેચા ચોક પાસે પણ એક યુવકનું સીટી બસની ઠોકરે મોત થતા તેના પરિવારજનોએ મ્યુ. કમિશનરને પત્ર લખી કોઇ અધિકારી આવેલ ન હોય અને યોગ્ય કાર્યવાહી ન થઇ હોવાનો આક્ષેપ કરી વળતર પણ ન મળ્યાનો રોષ ઠાલવ્યો હતો. પત્રમાં જણાવ્યા મુજબ દુર્ગેશ હેમરાજ મીણાનું તા. ૫ માર્ચના રોજ કોટેચા ચોક પાસે સીટી બસ સાથેના અકસ્માતમાં ગંભીર ઇજા બાદ મૃત્યુ થયેલ. આ ઘટના બાદ તંત્રમાંથી કોઇ આવેલ નહીં અને કોઇ કાર્યવાહી પણ ન થયાનો પિતા હેમરાજભાઇએ પત્રમાં આક્ષેપ કર્યો છે. ઉપરાંત એપ્રિલમાસની ઘટનાની જેમ તેમને પણ વળતર આપવા માંગ કરી હતી. (૩.૧૭)
(3:22 PM IST)










