<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

બૂટલેગરની વધુ એક તરકીબ નાકામઃ કલરના ડબ્‍બામાં છુપાવીને દમણથી લાવેલો દારૂ ઝડપાયો :જુઓ વિડીયો

હેડકોન્‍સ. હરપાલસિંહ જાડેજા, કોન્‍સ. શિવભદ્રસિંહ ગોહિલ, મયુરસિંહ જાડેજા, નિકુંજભાઇ મારવીયાની બાતમી તાલુકા પોલીસે પુનિતનગર પુનિત પાર્કના ડ્રાઇવીંગ કામ કરતાં નિલ કાલરીયાને દબોચ્‍યોઃ પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ એમ. એમ. મહારાજની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૨: દારૂની હેરાફેરી કરતાં બૂટલેગરો, સપ્‍લાયરો પોલીસથી બચવા માટે નીતનવા નુસ્‍ખાઓ, તરકીબોનો ઉપયોગ કરતાં રહે છે. પરંતુ પોલીસ આવી તરકીબોને નાકામ બનાવતી રહે છે. તાજેતરમાં પીસીબીની ટીમે આઇશરના ત્રણ ચોરખાનામાં છુપાવીને ગોવાથી રાજકોટ લાવવામાં આવેલો દારૂનો જથ્‍થો ઝડપી લઇ ડ્રાઇવરની ધરપકડ કરી હતી. ત્‍યાં  હવે શહેર તાલુકા પોલીસે એક દરોડામાં પુનિતનગર પાસે પુનિતપાર્ક-૪માં રહેતાં નિલ મહેશભાઇ કાલરીયા (ઉ.વ.૨૭)ના ઘરે દરોડો પાડી તેને વિદેશી દારૂના જથ્‍થા સાથે ઝડપી લીધો છે.

ડ્રાઇવીંગ કરતો આ શખ્‍સ દમણથી કલરના ડબ્‍બાઓમાં પુટ્ટી અને ભુસા સાથે છુપાવેલા દારૂ સાથે પકડી લીધો છે.

તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. હરપાલસિંહ જાડેજા, કોન્‍સ. શિવભદ્રસિંહ ગોહિલ, મયુરસિંહ જાડેજા અને નિકુંજભાઇ મારવીયાને બાતમી મળતાં પુનિત પાર્ક-૪માં નિલ કાલરીયાના ઘરમાં દરોડો પાડી તેને રૂા. ૮૧૮૨૮ના  દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસે દરોડો પાડતાં ઘરમાં દારૂ મળ્‍યો નહોતો. પરંતુ પાક્કી બાતમી હોઇ ઝીણવટભરી તપાસ કરતાં કલરના અલગ અલગ ૧૬ જેટલા પતરાના ડબ્‍બા જોવા મળ્‍યા હતાં. જે ઉપરથી જોતાં સીલ પેક હતાં. પોલીસે પતરાના સીલ તોડી આ ડબ્‍બા અંદર જોતાં ઉપર ઉપર થોડોઘણો કલરકામની પુટ્ટીનો ભુકો અને ભુસુ આ ડબ્‍બામાંથી નીકળ્‍યા હતાં. સાથે સાથે દારૂના ચપલા અને બોટલો નીકળી પડયા હતાં.

આવા ડબ્‍બાઓમાંથી પોલીસે વનમોર ઓરેન્‍જ ફલેવરના વોડકાની ૭૫૦ એમએલની ૧૬૭૨૮ બોટલો, સ્‍ટર્લિંગ રીઝર્વની ૭૫૦ એમએલની ૭૫૨૪ની ૧૨ બોટલો, રોયલ સ્‍ટેગની ૭૫૦ એમએલની ૯૪૪૪ની ૧૨ બોટલો, આઇકોનીક વ્‍હાઇટ વ્‍હીસ્‍કીના ૧૮૦ એમએલના ૧૪૪૦૦ના ૯૬ ચપલા, સ્‍ટર્લિંગ રિઝર્વના ૧૮૦ એમએલના વ્‍હીસ્‍કીના ૭૨૦૦ના ૪૮ ચપલા, મેજીક મોમેન્‍ટના ૧૮૦ એમએલના રૂા. ૭૨૦૦ના ૪૮ ચપલા તથા રૂા. ૨૬૮૮ના બીયરના ૨૪ ટીન મળી કુલ રૂા. ૮૧૮૨૮નો દારૂ શોધી કાઢયો હતો.

ઝડપાયેલો નિલ ડ્રાઇવીંગ કરે છે. તે દમણ તરફથી આ દારૂ લાવ્‍યાનું રટણ કરતો હોઇ વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ એચ. એમ. મહારાજ, હેડકોન્‍સ. કોૈશેન્‍દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, અજયભાઇ ભુંડીયા, કોન્‍સ. મયુરસિંહ જાડેજા, ભીખુભાઇ મૈયડ, નિકુંજભાઇ મારવીયા, શિવભદ્રસિંહ ગોહિલ, જયપાલસિંહ સરવૈયા, મહાવીરસિંહ જાડેજા, ઉગાભાઇ બાળા અને બલભદ્રસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. નિલે પહેલી જ વખત આ રીતે દારૂ લાવ્‍યાનું રટણ કર્યુ હોઇ વિશેષ તપાસ થઇ રહી છે. (૧૪.૮)

(3:43 PM IST)