News of Tuesday, 22nd April 2025
ભાડલાના બાબુભાઇ દોમડીયાનું ગામની મંડળી પાસે ઢળી પડતાં મોત
ખાતર લેવા ગયા ત્યારે બનાવઃ રાજકોટમાં દમ તોડતાં અરેરાટી

રાજકોટ તા. ૨૧: જસદણના ભાડલા ગામે રહેતાં બાબુભાઇ છગનભાઇ દોમડીયા (ઉ.વ.૫૫) નામના પ્રોૈઢ વાડીએથી ભાડલા ગામે મંડળી ખાતે ગયા ત્યારે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બાબુભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં અને ખેતી કરતાં હતાં. તે ખાતર લેવા ગયા ત્યારે ખાતરની સાથે દવાની બોટલ પણ લેવાનો આગ્રહ કરાયો હતો. પરંતુ તે બોટલ લેવા બાબતે ચડભડ કરી બોટલ નથી લેવી કહીને મંડળીએથી રવાના થયા હતાં ત્યાં જ થોડે આગળ જતાં બેભાન થઇ ઢળી પડયા હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરી હતી.
(3:59 PM IST)










