તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
ગોંડલ રોડ સ્થિત શ્રી રામજી મંદિરે ચાલતી અખંડ ધુનનો ૩પ માં વર્ષમાં પ્રવેશ
ૐ હ્રીં રામ, જય રામ, જય જય રામ : ગુરૂવારે અખંડ ધૂનનો વાર્ષિક મહોત્સવ, વિશેષ સંધ્યા આરતી-સમુહધૂનઃ રવિવારે વિવિધ રાગોમાં સમુહ ધૂન :પ્રભુશ્રીના શબ્દો ૐ હ્ર` રામઃ આર્ષ સંપત્તિપ્રદાયક, સત-વિદ્યાશકિત યુકત મારા (પોતપોતાના) આરાધ્ય ઇષ્ટના સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપનો મને સાક્ષાત્કાર, પ્રતીતિ અથવા જ્ઞાન પ્રાપ્ત થાઓ જય રામ : સારાઍ જગતમાં સત્ય (યુગ) નું સંસ્થાપન થાઓ . જય જય રામઃ ત્રણ લોકો (પૃથ્વી, આંતરિક્ષ તથા સ્વર્ગ) માં આધ્યાત્મિકતાનું સામ્રાજય પ્રવર્તો

તસ્વીરમાં અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શ્રી રામજી મંદિરના સેવકો સર્વશ્રી રાહુલભાઇ જોશી મો.૮૮૪૯૭ ૧૬૧૮પ, બાબુભાઇ પટેલ, બ્રિજેશભાઇ આસોડીયા અને ભાવસિંહભાઇ રાઠોડ નજરે પડે છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટઃ સત્યયુગાવતર શ્રી સત આત્મન ભગવાન પ્રેરિત બ્રહ્મમંત્રની અખંડધૂન ગૌમાતા સહીત સર્વ મૂક પ્રાણીઓની સમરક્ષા અર્થે તથા વિનાશક પ્રલયાત્મક આપત્તિઓના નિવારણ માટે તેમજ સારાએ વિશ્વમાં સત્યગયુગ સંસ્થાપન અર્થે છેલ્લા ૩૪ વર્ષથી અખંડધૂન ચાલી રહી છે. તા. ર૪ ને ગુરૂવારના રોજ બ્રહ્મમંત્ર ૐ હ્રીં રામ, જયરામ, જય જય રામ ની અંખડધૂન ૩પ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરનાર છે. આ દિવસે સાંજે વિશેષ સંધ્યા આરતી ૭:૩૦ કલાકે તથા સમૂહધૂન ૭ થી ૯ રાખવામાં આવેલ છે.
તા. ર૭ ને રવિવારના રોજ આ વાર્ષિક મહોત્સવનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તે દિવસે સાંજે પ થી રાત્રીના ૧ર વાગ્યા સુધી વિવિધ ધૂન મંડળો દ્વારા વિવિધ રાગોમાં સંગીતમય સમૂહધૂનનું આયોજન કરવામાં આવેલ છે.જેની શ્રી સત ચિત આત્મન ભગવાને સ્વયં દેવ દિવાળીના શુભ દિવસે ચતુર્ભુજ શ્રી રામલાલા તથા ચતુર્ભુજ શ્રી રામ ભગવમાન તેમજ અન્ય દિવ્ય સ્વરૂપોની પરમભાવ થી પ્રાણ પ્રતિષ્ઠા સતત ૭ માસની બ્રહ્મમંત્રની અખંડધૂન દ્વારા કરી હતી અને કલયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરાહિં પારાને સાર્થક કરી બતાવેલ, એ સત્યયુગ શ્રી રામજી મંદિર ન્યાલભગત અન્નક્ષેત્ર જુની બાલ અદાલત સામે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
આ બ્રહ્મમંત્રની અખંડધૂન ગોંડલમાં ૪પ વર્ષથી અવિરત ચાલે છે. તેમજ ગોંડલની નજીકના ગામોમાં જેમાં સાંઢવાયામાં ૪પ વર્ષથી નાનાવડીયામાં ૪૪ વર્ષથી ભાડવામાં ૪૪ વર્ષથી, બીલડીમાં ૩૬ વર્ષથી કોટડા સાંગાણીમાં ર૧ વર્ષથી અને રામોદમાં ર વર્ષથી નિયમિત રોજ એક કલાક બ્રહ્મમંત્રની ધૂન ચાલે છે. તેઓ દર વર્ષે વાર્ષિક મહોત્સવ પણ ભાવભકિતપૂર્વક ઉજવે છે. (૩૬-૧પ)
(3:48 PM IST)










