<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવ : લીંબુના ભાવ એક મણના 1600 થી 4000 રૂપિયા તથા વટાણાના 1300 થી 1,500 અને ગુંદાના 800 થી 1200 રૂપિયા બોલાયા :જુઓ સંપૂર્ણ યાદી

ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી : રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી

રાજકોટ તા.૨૨ : શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

 જેમાં લીંબુના ભાવ એક મણના 1600 થી 4000 રૂપિયા તથા વટાણાના ભાવ 1300 થી 1,500 અને ગુંદાના ભાવ 800 થી 1200 રૂપિયા બોલાયા છે.

(3:50 PM IST)