તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
પૂર્વ વિસ્તારના મામલતદારનું સતત બીજા દિવસે ઓપરેશન બેડી ચોકડી પાસે ૭ જેટલા કોમર્શીયલ બાંધકામો તોડી પડાયા
૧૦ કરોડની જમીન ખુલ્લી કરાવાઇ : કલેકટરને કરાતો રીપોર્ટ : શુક્રવારે વધુ એક ઓપરેશન

રાજકોટ, તા. રરઃ રાજકોટના પૂર્વ વિસ્તારના મામલતદાર ચાવડાએ સતત બીજા દિવસે દબાણ હટાવ ઓપરેશન હાથ ધરી ૧૦ કરોડની જમીન ખુલ્લી કરાવી હતી, કલેકટરને રીપોર્ટ કરી દીધો હતો., રાજકોટ મોરબી હાઇવે ઉપર બેડી ચોકડી પાસે આશરે ૧૦ કરોડની કિમતી સરકારી જમીન પર ખડકાયેલ દબાણ દુર કરાયું હતું.
રાજકોટ શહેર પૂર્વના વિસ્તારમાં રાજકોટ મોરબી હાઈવે ઉપર બેડી ચોકડી પાસે રાજકોટ શહેરના રે.સ.નં.૨૭ પૈકીની સરકારી ખરાબની જમીન ચો.મી.૧૦૦૦ આશરે છેલ્લા કેટલા સમયથી ગેરકાયદેસર દબાણો ઉભા થઇ ગયા હતા.
જીલ્લા કલેકટર પ્રભવ જોષીની દબાણ હટાવ ઝુંબેશના ભાગ રૂપે પ્રાંત અધિકારી ડો.ચાંદની બી. પરમાર ના માર્ગદર્શન હેઠળ મામલતદાર રાજકોટ શહેર પૂર્વ એસ.જે ચાવડા તથા તેમની ટીમ દ્રારા આજરોજ સરકારી જમીનમાં થયેલ ગેરકાયદેસર કુલ-૭ દબાણો દુર કરવામાં આવ્યા હતા., જે દબાણો પેકીમાં બુટ ભવાની પાન એન્ડ કોલ્ડ્રીંકસ, શેરડીનો ચીચોડો, લાજવાબ નોનવેજ રેસ્ટોરેન્ટ, લાજવાબ પાન અને કોલ્ડ્રીંકસ. સતગુરુ સ્ક્રેપ તથા પંચરનું ટેમ્પરરી સ્ટ્રક્ચર વિગેરે ઉપર બૂલડોઝર ફેવી ૧૦ કરોડની જમીન ખુલ્લી કરાવાઇ હતી.
સરકારી જમીનોમાં ગેરકાયદેસર રીતે દબાણો કરનાર સામે કાયદેસર રીતે કાર્યવાહી સતત ચાલુમાં રહેશે તેવું મામલતદારે ઉમેર્યુ હતું. હાઇ-વે ઉ૫ર કરવામાં આવેલ આ દબાણો દૂર કરવાની કામગીરીથી ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં તથા કહેવાતા મોટા માથાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ દબાણ દૂર કરવામાં સર્કલ ઓફીસર સત્યમ શેરસીયા, તલાટી ઘારા વ્યાસ દ્વારા નોટિસ આપવામાં આવી હતી, દબાણ દૂર ન કરતા આજે દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
દબાણ હટાવમાં સર્કલ ઓફીસર સત્યમ શેરસીયા, તલાટી ઘારા વ્યાસ, આર.એમ.સી.ના જેસીબી, પીજીવીસીએલ સ્ટાફ તથા પોલીસ ટીમો યોજાઇ હતી.
(4:24 PM IST)










