<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખ પરાગ તેજુરાના મતુશ્રીનું દુઃખદ અવસાન : કાલે સ્મશાન યાત્રા

રાજકોટ : ગંગા સ્વરૂપ પુષ્પાબેન ચંદુલાલ તેજુરા (ઉ. વર્ષ ૯૦) બાબરા તાલુકા શિક્ષણ સમિતિ ના માજી ચેરમેન તથા અમરેલી જિલ્લા પંચાયત માજી સભ્ય  તે સ્વ. શ્રી ચંદુલાલ ધરમસિંહ તેજુરા (સ્વાતંત્ર સેનાની બાબરા વાળા) ના ધર્મ પત્ની સ્વ અનિલભાઈ સ્વ શ્રી મુકેશભાઈ, સ્વ. શ્રી જતીનભાઈ, શ્રી પરાગભાઈ (પ્રમુખ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ) બીનાબેન કેસરિયા, કુ. કોઝેટબેન, કુ. રીટાબેન ના માતૃશ્રી, પ્રથમ તેજુરાના દાદીમા તથા શ્રી મહેશ ચંદ્ર કેશવલાલ તન્ના ના બહેન નું તા. ૨૨/૦૪/૨૦૨૫, મંગળવાર સાંજે ૬:૩૦ કલાકે દુઃખદ અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા બુધવારે સવારે ૧૦ કલાકે તેમના નિવાસ્થાને ‘પરાગ’, શ્રીજી નગર, રામેશ્વર ચોક, રૈયારોડ રાજકોટ ખાતેથી નીકળશે અને રૈયા સ્મશાન ગૃહ જશે.

(9:57 PM IST)