News of Wednesday, 23rd April 2025
ગોંડલ ચોકડી ખાતે STની ઓવર સ્પીડે બસ ચલાવનાર ડ્રાઇવરને સસ્પેન્ડ કરાયો

તાજેતરમાં ર દિવસ પહેલા રાજકોટ-જુનાગઢ રૂટની ઇલેકટ્રીક બસના ડ્રાઇવરે ગોંડલ રોડ ચોકડી પાસે ઓવરસ્પીડમાં બસ ચલાવી સ્પીડ બ્રેકર ઠેકાડતા એક વૃધ્ધ મુસાફરને મણકાનું ફેકચર થઇ ગયું છે દરમિયાન આ ઘટના બાદ ડિવીઝનલ નિયામક શ્રી કલોતરાએ ત્વરીત પગલા લઇ ડ્રાઇવર ધવલ ગૌસ્વામીને સસ્પેન્ડ કરી દિધો છે. એજન્સીને પણ નોટીસ ફટકારી છે.(૬.૧૦)
(3:52 PM IST)










