<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

ઘનશ્‍યામનગરમાં રૂા.૫૫ હજારની ‘વેયો' સીગારેટનું વેચાણ કરનાર જયવીર પકડાયો

એસ.ઓ. જીના હેડ કોન્‍સ ફિરોઝભાઇ રાઠોડ અને કોન્‍સ યોગેન્‍દ્રસિંહ ઝાલાની બાતમીઃ પ્રતિબંધીત ૨૨ વેયો ઇલે.સીગારેટ કબ્‍જે

રાજકોટ તા.૨૩: યુનિવર્સિટી રોડ ઘનશ્‍યામનગર મેઇન રોડ પર એસ.ઓ.જી.  એ બાતીમના આધારે દરોડો પાડી પાનની દુકાનમાં પ્રતિબંધીત ઇલેકટ્રીક સીગારેટ વેયોનું વેચાણ કરનાર વેપારીને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ ઘનશ્‍યામનગર મેઇન રોડ પર આવેલી એક પાનની દુકાનમાં પ્રતિબંધીત ઇલેકટ્રીક સીગારેટ વેયોનુે વેચાણ થતુ હોવાની એસ.ઓ.જીના હેડ કોન્‍સ ફિરોઝભાઇ રાઠોડ અને કોન્‍સ યોગેન્‍દ્રસિંહ ઝાલાને બાતમી મળતા ઘનશ્‍યામનગર મેઇન રોડ પર આવેલી ઉમીયાજી પાન નામની દુકાનમાં દરોડો પાડી પ્રતિબંધીત ઇલેકટ્રીક સીગારેટનું વેચાણ કરનારા વેપારી જયવીર તુલસીદાસભાઇ કકૈયા (ઉ.વ.૩૭) (રહે. જીવરાજ પાર્ક ક્રીમીસ-૨ એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં..૪૦૧) ને પકડી લઇ રૂા. ૫૫૦૦૦ની કિંમતની ૨૨ વેયો ઇલેકટ્રીક સીગારેટ કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.આઇ.એસ.એચ. જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ ઇન્‍દ્રસિંહ જાડેજા, મોૈલિકભાઇ સાવલીયા, ફિરોઝભાઇ રાઠોડ, દિગ્‍વીજય સિંહ ગોહિલ, કોન્‍સ હાર્દિકસિંહ પરમાર અને યોગેન્‍દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

(3:53 PM IST)