તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd April 2025
મનપાની તીજોરીમાં છેલ્લા ૧૫ દિ'માં મિલ્કત વેરાની ૫૮.૪૮ કરોડની આવક
૧,૦૨,૭૬૭ પ્રમાણીક કરદાતાઓને ૬.૮૪ કરોડનું ડિસ્કાઉન્ટઃ ઓનલાઇન મારફત ૪૧.૫૦ કરોડ ભરપાઇ

રાજકોટ તા.૨૩: વર્ષ ૨૦૨૫-૨૬ એડવાન્સ મિલ્કત વેરો/પાણી દર પર વળતર યોજના અંતર્ગત ૨૩ સુધીમાં બપોરે ૧:૩૦ વાગ્યા સુધીમાં કુલ-૧,૦૨,૭૬૭ કરદાતા દ્વારા રૂ.૫૮.૪૮ કરોડની ભરપાઈ કરવામાં આવી છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્રારા વર્ષ ૨૦૨૫-૨૬ મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખઃ-૦૯-૦૪-૨૦૨૫ના રોજથી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તા.૦૯ એપ્રીલથી આજ તા.૨૩ એપ્રિલ ૧:૩૦ વાગ્યા સુધીમાં કુલ-૧,૦૨,૭૬૭ કરદાતા દ્રારા રૂ.૫૮.૪૮ કરોડની વસુલાત થવા પામેલ છે. જેમાં કુલ-૭૫૮૬૮ કરદાતા દ્રારા ઓનલાઇન રૂ.૪૧.૫૦ કરોડ તથા કુલ-૨૬૮૯૯ કરદાતા દ્રારા ચેક તથા રોકડાથી રૂ.૧૬.૯૮ કરોડ આવક થયેલ છે. કુલ વેરામાં રૂ.૬.૮૪ કરોડ જેટલી માતબર રકમનું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે.
મહાનગરપાલિકા દ્રારા વર્ષ ૨૦૨૫-૨૬ મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તમામ ઝોન ઓફિસ, સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે મિલ્કતવેરા તથા પાણી વેરો સ્વીકારવામાં આવે છે. બાબતે ઝોન ઓફિસ, સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસમાં છાંયડા, પીવાના પાણી તથા જરૂરી બેઠક વ્યવસ્થાની સુવિધા કરવામાં આવેલ છે.(૨.૧૮)
(2:38 PM IST)










