તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd April 2025
આજીડેમ ચોકડી પાસે અને માજોઠીનગરમાં પીસીબીના દરોડાઃ સતાર, ઇમરાન દારૂ સાથે ઝડપાયાઃ અરબાઝ અને રવીની શોધ
રિક્ષામાંથી ૨૮૮૦૦નો અને ઘરમાંથી ૩૦૯૫૮નો જથ્થો કબ્જેઃ મહિપાલસિંહ ઝાલા, ઘનુભા ચોહાણ, હરદેવસિંહ રાણા, વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણાની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૨૩: દારૂ-જૂગારની બદ્દી દૂર કરવા પીસીબીની ટીમો સતત કાર્યરત બની છે. વધુ બે દરોડામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સને પકડી લીધા હતાં. બંને દરોડામાં અન્ય એક-એક શખ્સના નામ ખુલ્યા હતાં.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, હરદેવસિંહ રાણાને મળેલી બાતમી પરથી આજીડેમ ચોકડીથી માર્કેટીંગ યાર્ડ જવાના રસ્તે સર્વિસ રોડ પર કોહીનુર સર્વિસ સ્ટેશન પાસે જીજે૦૩બીટી-૯૪૦૨ નંબરની રિક્ષા આંતરી લેવાઇ હતી. તેમાં ડેનીમ-૩૦ ઓરેન્જ વોડકાની રૂા. ૯૬૦૦ની ૨૪ બોટલો, ગ્રીન એપલ વોડકાની રૂા. ૧૯૨૦૦ની ૪૮ બોટલો મળી રૂા. ૨૮૮૦૦નો ૭૨ બોટલ દારૂ મળતાં તે તથા રિક્ષા કબ્જે કરી સતાર કાદરભાઇ ફકીર (ઉ.વ.૨૮-રહે. જંગલેશ્વર-૨૫, દેવપરા મેઇન રોડ)ની ધરપકડ કરી હતી. પુછતાછમાં તેણે કાલાવડ રોડ પર રહેતાં અરબાઝનું નામ આપતાં શોધખોળ થઇ રહી છે.
બીજા દરોડામાં હેડકોન્સ. વિજયભાઇ મેતા, કુલદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણાની બાતમી પરથી દુધ સાગર રોડ માજોઠીનગર મેઇન રોડ ભારત ટાયર પંચર નામની બાજુમાં આવેલા મકાનમાં દરોડો પાડી ઇમરાન દિલાવરભાઇ ફુલાણી (ઉ.વ.૨૩)ને રૂા. ૩૦૯૫૮ના ૪૬ બોટલ દારૂ સ ાથે પકડી લેવાયો હતો. તેની પુછતાછમાં ગુ. હા.બોર્ડ ક્વાર્ટ રપાસે નયુ શક્તિ સોસાયટીમાં રહેતાં રવિ કિશોરભાઇ મકવાણાનું નામ ખુલ્યું હતું.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્યામસિંહ ચોૈહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગોસ્વામી, ગિરીરાજસિંહ જાડેજા, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી અને હિરેન્દ્રસિંહ પરમારે આ બંને કામગીરી કરી હતી. (૧૪.૧૦)
(2:39 PM IST)










