<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

પહેલગામ આતંકી હુમલામાં રાજકોટના ૯ લોકો ફસાયાઃ હાલ તમામ સુરક્ષિત

રાજકોટના રૂષીબેન નકૂમ - કુલદીપસિંહ નકુમ - રાજદિપસિંહ વાઘેલા-વૈશાલીબેન વાઘેલા શ્રીનગરની એક હોટલમાં સુરક્ષિત છે : અન્‍ય-૪-રાજકોટના જયદીપ પારેખ-નીતાબેન પારેખ-મહેન્‍દ્રભાઇ અને મયુરીબેન મહેતા શ્રીનગરમાં તો હેત માંકડ નામનો યુવાન પણ હાલ હેમખેમ... : રાજકોટનો પ્રવાસી રૂચિ નકુમે હુમલાને વખોડયો વડાપ્રધાન ગુનેગારોને સખ્‍ત સજા કરે તમામ ફરવાના સ્‍થળો મિલટ્રી છાવણીમાં ફેરવાયાઃ ફલાઇટના ભાવો રપ હજારથી ૩પ :હજાર થઇ ગયાઃ પ્રવાસીઓએ પોતાનો પ્રવાસો રદ કર્યાઃ રૂચિ નકુમ હાલ સૂરક્ષિત-પરિવારજનો ચિંતિત : કલેકટરે દરેક મામલતદારને રાજકોટના ફસાયેલા પરીવારોને ઘરે દોડાવ્‍યાઃ તમામ મદદની ખાત્રી આપી... : રાજકોટ કલેકટર તંત્રે કાશ્‍મીરમાં ફસાયેલા રાજકોટના ૧૦ પ્રવાસીઓને ઘરે મામલતદારોને દોડાવ્‍યાઃ મામલતદારોએ પ્રવાસીઓ સાથે વાતચીત કરી જેટલા બંને તેટલા ત્‍યાંથી નીકળી જવા અપીલ કરી : તમામ મદદની પણ ખાત્રી આપી : ગાંધીનગરથી પણ લોકોને સમજાવવા રાજયના દરેક મહેસૂલી તંત્રને અપાયેલી સૂચના

કાશ્‍મીર ગયેલા અને શ્રીનગરમાં ફસાયેલા મહેન્‍દ્રભાઇ મહેતા અને મયુરીબેન મહેતા રાજકોટમાં રહે છે, કલેકટરની સૂચના બાદ આજે પヘમિ મામલતદારશ્રી અજીતકુમાર, સર્કલ ઓફીસર મહેન્‍દ્રભાઇના ઘરે પહોંચ્‍યા હતા, અને તેમના પુત્ર ભાવીકભાઇ મહેતાને મળી તમામ મદદની ખાત્રી આપી હતી તે નજરે પડે છે. (૯.૩૦)

રાજકોટ, તા. રરઃ  જમ્‍મુ કાશ્‍મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં ૨૮ લોકોના કરૂણ મોત થયા છે, જેમાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે રાજકોટથી જમ્‍મુ કાશ્‍મીર ફરવા ગયેલા નવ જેટલા લોકો ફસાયા હોવાના સમાચાર  કલેકટર કચેરીમાંથી જાણવા મળ્‍યા હતા.

મળતી માહિતી અનુસાર, રાજકોટના દસ જેટલા વ્‍યક્‍તિઓ જમ્‍મુ કાશ્‍મીરના પ્રવાસે ગયા હતા, જેમાંથી ચાર લોકો - ઋષિબેન નકુમ, કુલદીપસિંહ નકુમ, રાજદીપસિંહ વાઘેલા અને તેમના પત્‍ની વૈશાલીબેન વાઘેલા - શ્રીનગરની એક હોટલમાં સુરક્ષિત છે અને બે દિવસ બાદ ફ્‌લાઈટ મારફતે પરત ફરશે. અન્‍ય ચાર પ્રવાસીઓ - જયદીપસિંહ પારેખ, નીતાબેન પારેખ, મહેન્‍દ્રભાઈ મહેતા અને તેમના પત્‍ની મયુરીબેન મહેતા - પણ શ્રીનગરમાં સુરક્ષિત છે અને બે દિવસ બાદ ગુજરાત આવવા રવાના થશે. આ ઉપરાંત, હેત માકડ નામના એક યુવાન પણ તેના મિત્રો સાથે જમ્‍મુ કાશ્‍મીર ગયો હતો અને હાલ તે પણ સુરક્ષિત હોવાનું જાણવા મળ્‍યું છે.

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી અને એડી. કલેકટર સહિત ડિઝાસ્‍ટર વિભાગની ટીમ સતત જમ્‍મુ કાશ્‍મીરમાં ફસાયેલા લોકો અને રાજકોટમાં તેમના પરિવારો સાથે સંપર્કમાં છે. કલેકટરના આદેશથી મામલતદારોને તાત્‍કાલિક ફસાયેલા પરિવારોના ઘરે મોકલવામાં આવ્‍યા હતા અને તેમને સાંત્‍વના પાઠવી જરૂરી મદદની ખાતરી આપવામાં આવી હતી.

આ ઘટનાની ભયાનકતા વર્ણવતા રાજકોટના પ્રવાસી રુચિ નકુમે જણાવ્‍યું હતું કે આ હુમલો અત્‍યંત દુઃખદ છે અને તેઓ પણ ખૂબ જ ગભરાયેલા છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીને આ કળત્‍ય કરનારા ગુનેગારોને સખત સજા આપવાની વિનંતી કરી છે.

હુમલા બાદ જમ્‍મુ કાશ્‍મીરમાં સ્‍થિતિ તંગ બની ગઈ છે અને તમામ ફરવાના સ્‍થળોને મિલિટ્રી છાવણીમાં ફેરવી દેવામાં આવ્‍યા છે. જમ્‍મુથી કાશ્‍મીરની ફ્‌લાઈટના ભાડામાં પણ આસમાને આંબતો વધારો થયો છે, જે વ્‍યક્‍તિ દીઠ રૂા. ૨૫,૦૦૦ થી રૂા.૩૫,૦૦૦ સુધી પહોંચી ગયો છે. ઘણા પ્રવાસીઓએ પોતાની પ્રવાસ યોજનાઓ રદ કરી દીધી છે અને તેઓ હવે વતન પરત ફરવા માટે પ્રયત્‍નો કરી રહ્યા છે. જો કે, પ્રવાસીઓ માટે મુશ્‍કેલીઓ ઓછી નથી. મુખ્‍ય માર્ગ પર ભૂસ્‍ખલનને કારણે રસ્‍તો બંધ થઈ ગયો છે, જ્‍યારે ટ્રેન અને ફ્‌લાઈટમાં લાંબુ વેઇટિંગ લિસ્‍ટ જોવા મળી રહ્યું છે. રુચિ નકુમે પોતાની ચિંતા વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું કે તેઓ ખૂબ જ ડરેલા છે અને તેમના પરિવારજનો પણ તેમની સલામતી માટે ચિંતિત છે. હાલ તેઓ સુરક્ષિત સ્‍થળે છે અને વતન પરત ફરવા માટે યોગ્‍ય તકની રાહ જોઈ રહ્યા છે. આ ઘટનાએ રાજકોટના પ્રવાસીઓમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે.(૯.૩૦)

(2:54 PM IST)