News of Wednesday, 23rd April 2025
સીંગતેલમાં ૩ દિ'માં ૪૦ રૂા. તૂટયા
આજે વધુ ૧૦ રૂા. ઘટયાઃ કપાસીયા તેલમાં ૩ દિ'માં ર૦ રૂા. નો ઘટાડો.

રાજકોટ, તા., ર૩: ખાદ્યતેલોમાં મંદીનો દોર જારી રહયો છે. આજે સીંગતેલમાં વધુ ૧૦ અને કપાસીયા તેલમાં પાંચ રૂપીયાનો ઘટાડો થયો છે
સ્થાનીક બજારમાં લેવાલીના અભાવે આજે પણ ખાદ્યતેલોના ભાવ તૂટયા હતા. તેલમાં ૧૦ રૂપીયાનો ઘટાડો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિગ્રા)નો ભાવ ૧૩૦૦ રૂપીયા હતા તે ઘટીને ૧ર૯૦ અને સીંગતેલ નવા ટીનના ભાવ રર૮૦ થી ૨૩૩ં૦ થી ઘટીને રર૭૦ થી ર૩૨૦ રૂા. થયા હતા. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ પ રૂપીયા ઘટતા કપાસીયા ટીનના ભાવ રર૦૦ થી રરપ૦ રૂા. હતા તે ઘટીને ર૧૯પ થી રર૪પ રૂા. થયા છે.
સતત મંદીને કારણે છેલ્લા ૩ દિ'માં સીંગતેલમાં ૪૦ રૂા. અને કપાસીયા તેલમાં ર૦ રૂા.નો ઘટાડો થયો છે.
(3:36 PM IST)










