News of Wednesday, 23rd April 2025
મનપાના બુલડોઝર ધણધણ્યાઃ ઇન્ડસ્ટ્રીયલ શેડ, છાપરા તથા ઝુપડા તોડી પડાયા
વાવડી-યુનિ. રોડ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ-દબાણ દુરઃ ૭૦ કરોડની જમીન ખુલ્લી કરાઇ

રાજકોટઃ તા.૨૩: મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામ તથા દબાણો દુર કરવાની ઝુંબેશના ભાગરૂપે આજે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વાવડી તથા યુનિ.રોડ ઉપર કાર્યવાહી કરી હતી. જેમાં કુલ ૮૧૦૮ ચો.મી. જગ્યા ખુલ્લી કરાઇ હતી. જેમાંથી દબાણગ્રસ્ત જમીનની કીંમત ૭૦ કરોડ આસપાસ છે.ᅠ
મનપાની સત્તાવારની યાદી મુજબ મ્યુનિસિપલ કમિશનરના આદેશાનુસાર તથા નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ અરજદાર દ્વારા કરવામાં આવેલ અનઅધિકળત બાંધકામોને દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેની વિગતો નીચે મુજબ છે.
જેમાં વેસ્ટ વોર્ડ નં. ૧૨ માં વિનુભાઈ પરસાણા તથા વી., માહીન ફાર્મ પાછળ, રસુલપરા સ્કુલ સામે, રસુલપરા, કાંગશીયાડી રોડ, વાવડી, ખાતે ઇન્ડસ્ટ્રીયલ શેડનું બાંધકામ કબ્જા/વપરાશમાં આવેલ સ્થળે દર્શાવેલ મિલ્કત પર ગેરકાયદેસર બાંધકામ ધ્યાને આવતા અત્રેથી કલમ-૨૬૦(૧) મુજબની નોટીસ પાઠવવામાં આવેલ તેમ છતાં ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં ન આવતા, ૨૬૦(૨) ની નોટીસ પાઠવવામાં આવેલ. ગેરકાયદેસર બાંધકામ દુર ન થતા આજરોજ સવારથી ઇન્ડસ્ટ્રીયલ શેડનું અંદાજીત ૮૫૦.૦૦ ચો.મી. નું બાંધકામ દુર કરેલ છે.
ઉપરાંત વેસ્ટ ઝોનની વોર્ડ નં. ૧૨માં રીયાઝભાઈ, વાવડી-કાંગશીયાડી રોડ, વાવડી ગામતળ પાછળ ખાતે ગેરેજનું છાપરાનું બાંધકામ કબ્જા/વપરાશમાં આવેલ સ્થળે દર્શાવેલ મિલ્કત પર ગેરકાયદેસર બાંધકામ ધ્યાને આવતા અત્રેથી કલમ-૨૬૦(૧) મુજબની નોટીસ પાઠવવામાં આવેલ તેમ છતાં ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં ન આવતા, ૨૬૦(૨) ની નોટીસ પાઠવવામાં આવેલ. સદર ગેરકાયદેસર બાંધકામ દુર ન થતા આજરોજ સવારથી ગેરેજનું છાપરાનું બાંધકામ અંદાજીત ૨૬૧.૦૦ ચો.મી. નું બાંધકામ દુર કરેલ છે.
આમ બન્ને જગ્યાએ કુલ ૧૧૧૧ ચો.મી. ગેરકાયદે બાંધકામને તોડી પડાયું હતું.
રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ અનામત પ્લોટ તથા ટી.પી. રોડ પર થયેલ અનઅધિકળત બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં ૬૯૯૭.૦૦ ચો.મી.ની અંદાજીત ૬૯.૯૭ કરોડ ની જમીન ખુલ્લી કરાવેલ છે. જેમાં વેસ્ટ ઝોનના વોર્ડ નં. ૧૦ના ટી. પી. સ્કીમ નં.૧૬-રૈયા, અંતિમખંડ નં.૮૬/એ (વાણીજ્ય વેચાણ), કીડની હોસ્પિટલ પાસે, રૈયા, ખાતે ઝુંપડાનું દબાણ હટાવી ૪૭ કરોડની ચો.મી. જગ્યા ખુલ્લી કરાઇ હતી.
વેસ્ટ ઝોનના વોર્ડ નં. ૧૦ના ટી. પી. સ્કીમ નં.૧૬-રૈયા, અંતિમખંડ નં.૩૧/એ એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ.), કીડની હોસ્પિટલની પાછળ, રૈયા, ખાતે ઝુંપડાનું દબાણ દુર કરી રર કરોડની ચો.મી. જગ્યા ખુલ્લી કરાવી હતી.
વેસ્ટ ઝોનના વોર્ડ નં. ૧રના ટી.પી. સ્કીમ નં. ૧૪-વાવડી(ડ્રાફ્ટ), ૨૪.૦૦ મી. ટી.પી. રોડ, પુનીતના ટાંકાથી વાવડી ગામ સુધી માં ૩૦-ઝુંપડા દુર કરી ૫૦૦.૦૦ મી. (રોડની લંબાઈ) જગ્યા ખુલ્લી કરાઇ હતી.
આમ કુલ આશરે ૭૦ કરોડની ૬૯૯૭.૦૦ ચો.મી. જગ્યા તંત્રએ ખુલ્લી કરાવી હતી.
આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા, વેસ્ટ ઝોન, આસી. ટાઉન પ્લાનર તથા તમામ આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, હેડ સર્વેયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી-જુદી શાખાઓ જેવી કે, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ તથા પીજીવીસીએલ નો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ. (૯.૩૩)
(3:36 PM IST)










