<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

જુની કલેકટર કચેરીમાં બની બેઠેલા એજન્‍ટો સામે મામલતદારે લાલ આંખ કરી : ૧૬ લોકોને કાઢી મુક્‍યા...

અનેક લોકો પાસેથી નાણા પડાવતા હતા અનેક વખત ચેતવણી છતાં બહાર નહીં જતા આખરે પોલીસને સાથે રાખી મામલતદાર ફરી વળ્‍યા

રાજકોટ, તા. ર૩ :  જુની કલેકટર કચેરીમાં બેસતા અનઅધિકૃત એજન્‍ટો ગરીબ લોકો પાસેથી ફોર્મ ભરવાના અને નોટરી તથા અન્‍ય સર્ટિફીકેટના નાણા પડાવતા હોવાની વ્‍યાપક ફરીયાદ બાદ આજે પૂર્વ વિસ્‍તારના મામલતદાર ચાવડા પોતાની ટીમ સાથે ત્રાટક્‍યા હતા અને  જુની કલેકટર કચેરી કમ્‍પાઉન્‍ડમાં બેસતા અનઅધિકૃત એજન્‍ટોને કચેરી બહાર ખસેડી નાંખ્‍યા હતા.

આજ રોજ મામલતદાર રાજકોટ શહેર (પૂર્વ)  એસ.જે. ચાવડા તથા તેમની ટીમ દ્વારા જુની કલેકટર કચેરી કમ્‍પાઉન્‍ડ ખાતે અચાનક ડ્રાઇવ યોજવામાં આવી અને કમ્‍પાઉન્‍ડમાં અનઅઘિકળત રીતે બેસી રહેતાં શખ્‍સોને હાંકી કાઢવામાં આવ્‍યા. આ  લોકો જુની કલેકટર કચેરીના મેદાનમાં બેસી સરકારી કામકાજ માટે આવતાં લોકોને ભ્રમિત કરી ગેરકાયદેસર રીતે નાણાં પડાવતા હોય, પાન-ફાકીની લારીવાળા સહીતને મામલતદાર દ્વારા અવારનવાર મૌખિક રીતે સૂચના અપાતી હતી તેમજ પ્ર.નગર પોલીસને ૫ણ લેખિત જાણ કરેલ. ૫રંતુ પેઘી ગયેલા આ ઇસમો ગમે ત્‍યારે કમ્‍પાઉન્‍ડમાં આવી જતાં તેમજ પોલીસ તરફથી કોઇ પીસીઆર કે ચેકીંગ થતુ ન હતું. આથી આજે મામલતદાર દ્વારા પ્રઘ્‍યુમનનગર પોલીસ સ્‍ટાફને બોલાવી આ તમામ આશરે ૧૬ જેટલા ઇસમોને ખસેડવામાં આવ્‍યા અને ફરીથી આ કમ્‍પાઉન્‍ડમાં બેસતા નજરે ૫ડશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. (૯.ર૮)

(3:39 PM IST)