<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

લગ્ન પ્રમાણપત્ર માટે દંપતિએ ફરજીયાત હાજર રહેવા ફરમાન

મનપામાં ફરી જુના નિયમનો અમલઃ શાસકોની અગાઉની સુચનાનો ઉલાળ્‍યોઃ આ પરિપત્રથી અરજદારો હેરાન પરેશાન

રાજકોટ, તા., ૨૩ : મનપાના મેરેજ સર્ટી વિભાગમાં ફરી વખત જૂના નિયમોની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેના લીધે હવેથી મેરેજ સર્ટી માટે પતિ-પત્‍ની બન્નેએ અધિકારી સમક્ષ હાજર રહેવું પડશે. આજ સુધી મેરેજ સર્ટી માટે આવતા યુગલ પૈકી પતિ દ્વારા ઈન્‍ટરવ્‍યુ આપતી વખતે વીડિયોકોલ મારફતે અધિકારી દ્વારા તેમની પત્‍નીનો ઈન્‍ટરવ્‍યુ લઈ ખરાઈ કરવામાં આવતી હતી. પરંતુ આ પ્રણાલીમાં અનેક વિસંગતતાઓ સર્જાતા હવે લગ્ન નોંધણી વિભાગ દ્વારા નવો નિયમ અમલમાં મુકવામાં આવ્‍યો છે. જે મુજબ અરજદારે ફોર્મ સાથે પતિ-પત્‍ની બન્નેએ અધિકારી સમક્ષ હાજર રહેવું પડશે. જેના લીધે આગામી દિવસોમાં ફરી વખત લગ્ન નોંધણી વિભાગોમાં યુગલોની લાઈનો લાગશે તેવુ લાગી રહ્યું છે. 

અત્રે નોંધનીય છે કે અગાઉ શાસકોએ મેરેજ સર્ટીફીકેટ માટે વર-કન્‍યાએ હાજર નહી રહેવા સંબંધીત વિભાગમાં સુચના આપી હતી.

આમ ફરી નિયમ બદલાવામાં આવ્‍યા. શાસકોની સુચનાનો ઉલાળીયો કરવામાં આવ્‍યો છે.  મનપાના મેરેજ રજીસ્‍ટ્રાર વિભાગમાં મેરેજ સર્ટી માટે આવતા મોટા ભાગના યુગલો પારંપારીક રીતે લગ્ન કર્યા બાદ સર્ટી કઢાવા માટે આવતા હોય છે. નિયમ મુજબ યુગલો દ્વારા લગ્નનું સ્‍થળ તેમજ બન્નેના માતા-પિતાની સંમતિ સહિતના ડોકયુમેન્‍ટ ફરજિયાત કરવામાં આવ્‍યા છે. રજીસ્‍ટાર ઓફિસમાં આવતા નવદંપતીઓએ કયા સ્‍થળે લગ્ન કર્યા તે દર્શાવવુ ફરજિયાત છે. 

જુના નિયમનો ગેરલાભ લેવાનું શરૂ થતાં મનપાએ હવે જૂના નિયમ મુજબ પતિ-પત્‍ની બન્નેને હાજર રહેવાની સુચના આપવામાં આવતા અરજદારો હેરાન પરેશાન જોવા મળી રહયા છે. (૬.૧૭)

(3:41 PM IST)