News of Wednesday, 23rd April 2025
રાજકોટના મામલતદાર ઝાલા દ્વારા બે પરિવારને ત્યાં રૂબરૂ જઇ તમામ મદદની ખાત્રી અપાઇ
કાશ્મીરમાં ફસાયેલા સંદર્ભે

રાજકોટ : રાજકોટ કલેકટર-એડી. કલેકટરની સૂચના બાદ દક્ષિણ વિસ્તારના મામલતદાર શ્રી ઝાલા તેમની ટીમે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની ઘટના બાદ ફસાયેલા જગદીશભાઇ પારેખના ભાઇ સમીરભાઇ પારેખની રૂબરૂ મુલાકાત લીધી હતી, તે ઉપરાંત રાજદીપભાઇ વાઘેલાના માતુશ્રી ઉમાબેનની પણ રૂબરૂ મુલાકાત લઇ પ્રવાસે જનારા સુરક્ષિત હોવાની જાણ કરી હતી, પ્રવાસે જનારા સાથે ટેલીફોનિક વાતચીત કરી તમામ મદદની ખાત્રી આપી હતી.
(4:07 PM IST)










