<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

જ્‍યારે જનક ત્રિવેદી અચાનક ગુમ થઈ ગયેલઃ બૈસરનની યાદગાર પળોઃ ધરતીનું સ્‍વર્ગ અહીં જોવા મળે છે

 

બૈસરનઃ પહેલગામનું પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આ સ્‍થળ આતંકી હુમલાને પગલે લોહીથી ખરડાયું છે. ત્રાસવાદીઓએ ક્રુરતાની તમામ સીમા વળોટી દીધી છે. ત્‍યારે દાયકાથી વધુ સમય પૂર્વે બૈસરનના અમે મુલાકાત લીધેલ તેની કેટલીક યાદો... કાશ્‍મીર ક્ષેત્રના અનંતનાગ જીલ્લામાં આવેલ પહેલગાંવના ગિરીમથકથી પાંચ કિલીમીટર પહાડી ઉપર જતા બૈસરન નામનો ખીણ પ્રદેશ એટલે કે હરિયાળા ઘાસનું મેદાન આવેલ છે. જેની ચારેય બાજુ ગાઢ પાઇન વળક્ષોના અડાબીડ જંગલ આવેલ છે. આ ડુંગરા લીલા ઘાસની ખીણની મનોહર સુંદરતાના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બનેલ છે.  બૈસરનથી નીચે દ્રષ્ટિ કરતા ખળખળ વહેતી લીડર નદીના મધુરા સંગીત સાથે પહેલગાંવ ગિરીમથકનું દ્રશ્‍ય મનમોહિત અલૌકિક હોવાની અનુભૂતી કરાવે છે. બૈસરન પ્રકળતિના સાનિધ્‍યમાં શાંતીનો સમય વિતાવવા માટેનું અનોખું સ્‍થળ છે.  બૈસરન તરફ જતા રસ્‍તામાં કાશ્‍મીરી ચરવાહ એટલે કે માલધારીઓના છુંટા છવાયા ઘર અને અલ્‍પકાલીન સમય વિતાવવા માટે ટેન્‍ટો આવેલા હોય છે, જેમાં માલધારીઓ રહે છે.  માલધારીઓના જીવનશૈલી જાણવા માટે રાજકોટ અકિલા દૈનિકના મોભીશ્રી કિરીટભાઈ ગણાત્રાએ મુલાકાત લીધેલ. તે દરમ્‍યાન અમારી સાથે સૌરાષ્‍ટ્રના જાણીતા ઘોડેસવાર જનકભાઈ ત્રિવેદી આગળ ચાલ્‍યા જતા ગાઢ જંગલમાં ભૂલા પડી ગયેલ, ત્‍યારે અમારી મનોસ્‍થિતી ખૂબજ ચિંતીત થયેલ હતી. કારણકે અમો જયારે કાશમીર પહોંચવામાં હતા ત્‍યારે રસ્‍તામાં જવાહર ટર્નલ વટાવીને લોઅર મંડા તરફ જઈ રહ્યા હતા તે સમયે રસ્‍તામાં આતંકવાદીઓએ આર્મીની બસને ઉડાવી દેતા અનેક જવાનોએ શહીદી વ્‍હોરી હતી.આ હુમલો તે જ સ્‍થળે થયેલ. ત્‍યાર પછીના જ દિવસે બૈસરનની ખીણના ગાઢ જંગલમાં અમારા સાથી પ્રવાસી જનકભાઈ ભૂલા પડી ગયેલ તે અતી ચિંતાજનક અનુભવાયુ હતું. જો કે પ્રભુકળપાથી બે કલાકના ઇન્‍તજાર પછી જનકભાઈ ત્રિવેદી બૈસરને પહોંચતા અમોએ શાંતીનો શ્વાસ લીધેલ. તે સમયમાં આતંકીય હુમલાઓના બનાવો તે સામાન્‍ય બાબત હતી. અમારો કાશમીર પ્રવાસ હંમેશા સાહસીક રહ્યો છે. (આલેખનઃતસ્‍વીરોઃ કાયદેઆઝમ અને વિશ્‍વપ્રવાસી શ્રી પુરૂસોત્તમ પીપરીયા જેઓ આરસીસી બેન્‍ક રાજકોટના સીઈઓ અને જાણીતા તસ્‍વીરકાર પણ છે. (મો.૯૪૨૭૨૨૦૫૪૪)

(4:27 PM IST)