<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

વૈષ્ણવ વણિક પરિવારો માટે ૧ જૂને મુંબઈમાં જીવન સાથી પરિચય સમારોહ

રાજકોટઃ ઓલ ઈન્ડિીયા મોડ વણિક સમાજ મુંબઈ તથા શ્રી મોઢ સેવા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ, ડોમ્બીવલી દ્વારા મુંબઈ ખાતે ૨૫મો જીવનસાથી પરિચય સમારોહનું ૧ જૂનના આયોજન કરવામાં આવેલ છે. સ્થળઃ જવેરબેન પોપટલાલ એ.સી. સભાગૃહ(ઓડીટોરીયમ) શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા-ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ)-૪૦૦૦૭૭, મુંબઈ, આ આયોજનમાં ૪૦૦ કેન્ડીડેટને પ્રવેશ આપવાનો હોય વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન ગુગલ ફોર્મના માધ્યમથી ફોર્મ ભરીને એન્ટ્રી ગુગલ વેબસાઈટઃ https://forms.gle/TwTxVE3iCgS9XV628 ઉપર ભરી દેવા સંસ્થા જણાવે છે.

ઉપરોકત આયોજનમાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર ભાગ લઈ શકશે. એક કેન્ડીકેટ યુવક કે યુવતિ કોઈપણનો એન્ટ્રી ચાર્જ રૂ .૫૦૦/- ભરવાના થશે. વાલીસાથે મેકસીમમ બે વ્યકિત સાથે પ્રવેશ આપવામાં આવશે. જેના વ્યકિત દીઠ રૂ .૫૦૦/- એકસ્ટ્રા ભરવાના રહેશે. કાર્યક્રમમાં તા.૧-૬-૨૫ના રવિવારે બપોરે ૨ વાગ્યાથી રજીસ્ટ્રેશન કરી ની બુકલેટ આપવામાં આવશે. જન્માક્ષર મેળાપક માટે બ્રાહમણની વ્યવસ્થા, આયોજકનું મુળ વતન સૌરાષ્ટ્રના હોય સૌરાષ્ટ્ર યુવક-યુવતિઓ મોટી સંખ્યામાં ફોર્મ ભરી કાયમ ઉપસ્થિત રહે છે. મુંબઈ આવવાની અનુકુળન હોય તો બાયોડેટા મોકલી રજીસ્ટ્રેશન ચાર્જ રૂ .૫૦૦/- ભરીને એન્ટ્રી કરાવી શકો છો. જે વ્યકિત ઉપસ્થિત નહી રહે તેને ઘરે બેઠા તેના એડ્રેસ પર પોસ્ટથી બુકલેટ મોકલવામાં આવશે. આ પરિચય મેળાનું લાઈવ પ્રસારણ યુ-ટ્યુબ ઉપર લાઈવ આવશે. વિશેષ માહિતી માટે ઓલ ઈન્ડિયા મોઢ વણિક સમાજના પ્રમુખ શ્રી યોગેશભાઈ શાહ, મુંબઈ(મો.૯૮૨૦૨૬૨૯૩૨), ઉપ પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, રાજકોટ, (મે.૯૮૨૫૧ ૯૫૯૫૫), શ્રી મોઢ સેવા  સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી નવીનભાઈ ગાંધી, મુંબઈ (મો.૯૩૨૩૮૪૪૯૪૦)નો સંપર્ક કરી શકાય છે. આ સંસ્થાને ૨૪ વર્ષનો અનુભવ બોલે છે કે ૪૦ ટકા લેડીઝ, ૬૦ ટકા જેન્ટસ રેશીયો રહે છે. રજીસ્ટ્રેશન ૩૦-૪-૨૫ પહેલા કરાવી આપવું તેમ સંસ્થાની યાદીમાં શ્રી અશ્વિનભાઈ પટેલ જણાવે છે. ફોર્મ ઓનલાઈન મળી રહેશે.(૪૦.૨૭)

(2:40 PM IST)