<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ગત-આ વર્ષના બજેટમાં નવી યોજનાઓની સમીક્ષા સમયસર શરૂ કરવા તાકિદ

અધિકારીઓ સાથે બેઠક યોજી વિસ્તૃત માહિતી મેળવતા પદાધિકારીઓ

રાજકોટ, તા. ર૩: મહાનગરપાલિકા દ્વારા ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે તેમજ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ સ્ટે. કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ. આ બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા આજરોજ તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટની અમલવારીના સ્ટેટસ રીવ્યુ અંગે મીટીંગ કરવામાં આવેલ. આ મિટીંગમાં તમામ નાયબ કમિશનર, સીટી એન્જીનીયરઓ, તથા લગત અધિકારીઓ સાથે બજેટમાં મંજૂર થયેલ તથા બજેટમાં સૂચવેલા કામો હાલ કયા તબક્કે છે, તથા કયા કામો કઈ સમય મર્યાદામાં પૂર્ણ થશે, જે અંગે સ્ટે કમિટી ચેરમેન દ્વારા વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી. આ બેઠકમાં અધ્યક્ષસ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહયા હતા.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા આવનારા દિવસોમાં પણ બજેટમાં મંજૂર થયેલ કામોની સમીક્ષા તથા બજેટમાં ઉમેરવામાં આવેલ નવી યોજનાઓનું સમયબધ્ધ અમલીકરણ થાય તે સુનિશ્ચિત કરવા માટે લગત અધિકારીઓ સાથે બજેટ યોજના અન્વયે કરેલ કામગીરી અંગે સમયાંતરે બેઠક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ બેઠકમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયા હાજર રહેલ. તેમજ નાયબ કમિશનર, ચીફ એકાઉન્ટન્ટ, મ્યુનિ.સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી, પી.એસ. ટુ ચેરમેન, તથા સંલગ્ન વિભાગના શાખા અધિકારીઓ ટી.પી.ઓ., સીટી એન્જીનીયરઓ, આરોગ્ય અધિકારી, પર્યાવરણ ઇજનેર, લગત મેનેજરો, એ.ટી.પી.ઓ, ડેપ્યુટી એન્જીનીયરઓ સહિતના અધિકારીઓએ હાજર રહી બજેટ યોજનાના અમલિકરણ સંદર્ભે વિસ્તૃત માહિતી રજુ કરેલ હતી.(૬.૧૯)

 

(2:45 PM IST)