તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
રવિવારે જેઇઇ અને નિટના પ્રશિક્ષણ વર્ગો માટે નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર
ખોડલધામ ટ્રસ્ટ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા આયોજનઃ વિદ્યાર્થીઓ-વાલીઓને આમંત્રણ

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ્ર કાગવડ, ી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન તેમજ શ્રી ખોડલધામ શિક્ષણ પાંખના સંયુકત ઉપક્રમે જેઇઇ મેઇન એડવાન્સ અને નિટ માટેના પ્રશિક્ષણ વર્ગો રાહત દરે સર્વ સમાજના વિદ્યાર્થીઓના લાભાર્થે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવી રહ્યા છે. આ પ્રશિક્ષણ વર્ગોમાં ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓને સ્કૂલના ગણિત અને વિજ્ઞાન જેવા અગત્યના વિષયો ઉપરાંત જેઇઇઅને નિટના પાયાના સિદ્ધાંતોનું પણ પ્રશિક્ષણ આપવામાં આવશે. ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની તૈયારી કરવામાં આવશે. ધોરણ ૧૧ અને ધોરણ ૧ર ના વિદ્યાર્થીઓ માટે દર રવિવારે ચેપ્ટર-વાઇઝ ''ફ્રી વર્કશોપ'' પણ આયોજીત કરવામાં આવશે. આ સાથે જ રાજકોટના દરેક વિદ્યાર્થીઓ માટે પણ ફી ડાઉન સોલ્વીંગ સેશન પણ આયોજીત કરાશે.
નિષ્ણાંત ફેકલ્ટી ટીમ પ્રો. અંકિત અગ્રવાલ, પ્રો. સુનિલ રાણા, સેવા આપનાર છે.
નિષ્ણાંત ફેકલ્ટી ટીમ દ્વારા સર્વે સમાજના લાભાર્થે એક નિઃશુલ્ક માર્ગદર્શન આપતો સેમિનાર તા. ર૭ રવિવારે શ્રી સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર, ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે, માલવિયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી મવડી, રાજકોટ ખાતે સવારે ૯: ૧પ કલાકે યોજાવા જઇ રહ્યો છે જેનો લાભ લેવા હવે જે વિદ્યાર્થીઓ ધોરણ ૯ માં આવશે તે અને ધોરણ ૧ર સુધી (ધો. ૭ થી ૧ર -વિજ્ઞાન પ્રવાહ) સર્વે વિદ્યાર્થીઓ તેમજ વાલીગણને અપીલ કે નિઃશુલ્ક સેમિનાર પ્રવેશ માટે રજિસ્ટ્રેશન માટે મો. ૭૦૬૯૯ ૨૯૨૯૫ ઉપર સંપર્ક કરવો.(તસ્વીર અભિજીત બગથરીયા) (૩૬-૧ર)
(2:52 PM IST)










