તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
હૃદય બંધ પડતાં રાજકોટના બાબુભાઇ, નાનુભાઇ, ધીરૂભાઇ અને જસદણના ભુપતભાઇના મૃત્યુ થયા
ત્રણેયએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ અમૃતપાર્કના ઝાલાવડીયા પરિવાર, ખોડિયારનગરના ડાભી પરિવાર અને જસવણના સોમાણી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૪: હૃદય રોગના હુમલાથી મૃત્યુના વધુ ચાર બનાવ બન્યા છે. રાજકોટના બે પ્રોૈઢ , એક વૃધ્ધ અને જસદણના એક પ્રોૈઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયા હતાં. ચારેયને હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું.
જાણવા મળ્યા મુજબ રૈયા રોડ આલાપ ગ્રીન સીટી પાછળ અમૃત પાર્ક-૩માં રહેતાં બાબુભાઇ પરષોત્તમભાઇ ઝાલાવડીયા (ઉવ.૫૫) રાતે બાથરૂમમાંથી બહાર આવતાં જ એકાએક ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બાબુભાઇ પાંચ ભાઇ અને ચાર બહેનમાં નાના હતાં અને કન્સ્ટ્રકશનનું કામ કરતાં હતાં. સંતાનાં એક પુત્ર અને એક પુત્રી છે.
બીજા બનાવમાં ગોંડલ રોડ ગોવર્ધન ચોક ખોડિયારનગર-૧૭માં રહેતાં નાનુભાઇ જગાભાઇ ડાભી (ઉ.વ.૫૫) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. તેમને સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. પોતે ચાની હોટેલ ચલાવતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.
ત્રીજા બનાવમાં જસદણમાં રહેતાં ભુપતભાઇ ડાયાભાઇ સોમાણી (ઉ.વ.૫૫) ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યું હતું. તે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. ચાર ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં બે પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું સ્વજને કહ્યું હતું. ચોથા બનાવમાં આનંદ બંગલા ચોક નજીક સ્વામિનારાયણ ચોક કૃષ્ણનગર-૮માં રહેતાં ધીરૂભાઇ કુરજીભાઇ સિતાપરા (ઉ.વ.૬૭) સવારે ઘરે હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. તેને સંતાનાં એક પુત્રી છે. પોતે મિષાી કામ, કલર કામ કરતાં હતાં. પત્નિના અવસાન બાદ એકલા રહેતાં હતાં. રાતે ઉલ્ટી થતાં જમાઇને જાણ કકરતાં દવાખાને લઇ ગયા હતાં. સવારે ફરી તબિયત બગડતાં સિવિલમાં લાવવામાં આવ્યા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું.
પોપટપરાના જયેશભાઇનું બેભાન હાલતમાં મોત
જ્યારે અન્ય બનાવમાં પોપટપરા મેઇન રોડ વેર હાઉસના ખુણે રહેતો જયેશભાઇ વશરામભાઇ પરમાર (ઉ.વ.૩૧) નામનો યુવાન ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત જાહેર કરાયો હતો. તેને મોઢાનું કેન્સર હતાં અને બંને પગે દિવ્યાંગ હતો. સંતાનમાં એક પુત્રી અને બે પુત્રી છે. બનાવ અંગે પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી. પાંચેય બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભગીરથસિંહે યુનિવર્સિટી, માલવીયાનગર પોલીસ અને ભાડલા પોલીસને જાણ કરી હતી. (૧૪.૧૦)
(3:25 PM IST)










