<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

પહેલગામની આતંકવાદી ઘટનાને વખોડી કાઢતું રાજકોટ બાર એસો.

એસો.ના હોદેદારો-વકીલોની મૃતકોને શ્રધ્‍ધાંજલી

રાજકોટ તા. ર૪: જમ્‍મુ કશ્‍મીરના પહેલગામ મુકામે આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ  હુમલામાં ૨૭ નિર્દોષ પ્રવાસીઓ મળત્‍યુ પામ્‍યાની અત્‍યંત ભયંકર કરુણિકામાં દિવંગત આત્‍માઓની શાંતિ માટે રાજકોટ બાર એસોસિએશન દ્વારા શાંતિ પ્રાર્થના કરવામાં આવી હતી.

આજે તારીખ ૨૪/ ૪/ ૨૦૨૫ના રોજ રાજકોટ બાર એસો સીએશનના હોલ ખાતે મળેલી પ્રાર્થના સભામાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત સિનિયર અને જુનિયર વકીલો દ્વારા આ દુઃખદ બનાવને રાજકોટ બાર એશોસીએશન દ્વારા દુઃખ વ્‍યક્‍ત કરી સખ્‍ત શબ્‍દોમા વખોડવામાં આવ્‍યો હતો અને સરકાર દ્વારા આતંકવાદીઓ સામે સખતમાં રાખત પગલા લેવામાં આવે તે બાબતે ઉદબોધન કરવામાં આવેલ. આ શ્રધ્‍ધાંજલિ અને પ્રાર્થનાસભામા રાજકોટ બાર એશો ના પમુખ  પરેશભાઈ મારૂ, ઉપ ઙ્કમુખ  સુમીતભાઈ વોરા, રસેક્રેટરી સંદીપભાઈ વેકરીયા,જોઈન્‍ટ સેક્રેટરી જીતુભાઈ પારેખ,ટ્રેઝરર પંકજભાઈ દોંગા, લાયબ્રેરી સેક્રેટરી કેતનભાઈ મંડ, ટ્રેઝરર  પંકજભાઈ દોગા કારોબારી મેમ્‍બર પ્રગતીબેન માકડીયા, તુષારભાઈ દવે, સંજયભાઈ ડાંગર, અશ્વીન રામાણી, કિશન રાજાણી, નીકુંજ શુકલ પરેશ પાદરીયા, મુનીશભાઈ સોનપાલ,હીરેનભાઈ ડોબરીયા, રક્ષાબેન ઉપાધ્‍યાય તથા જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરા તથા બાર કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડીયાના સભ્‍ય  દિલીપભાઈ કે. પટેલ તથા સિનિયર વકીલ લલીતસિંહ જે. શાહી, મનીષભાઈ ખખ્‍ખર, મુકેશભાઈ દેસાઈ, પી.સી.વ્‍યાસ, અર્જુનભાઈ પટેલ, રૂપરાજસિંહ પરમાર, તુષારભાઈ ગોકાણી, ધીમંતભાઈ જોષી, હિતેન્‍દ્રસિંહ જાડેજા, મુકેશભાઈ પંડ્‍યા, જીતેન્‍દ્રભાઈ ગોસ્‍વામી, સ્‍મીતાબેન અત્રી, અમીતાબેન સીપ્‍પી તથા બહોળી સંખ્‍યામાં સિનિયર અને જુનિયર વકીલ ભાઈઓ તથા બહેનો હાજર રહેલ હતા.

(3:30 PM IST)