તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
કાલે વિશ્વ મેલેરિયા દિવસઃ મનપા દ્વારા જાહેર પ્રદર્શન-રેલી-પત્રીકા વિતરણ કરાશે
લોકોને વિવિધ આરોગ્ય લક્ષી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા અને મચ્છર ઉત્પતિ અટકાવવા તંત્રની અપીલ

રાજકોટ, તા. ર૪: વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ ૨૦૦૮ થી સમગ્ર વિશ્વમાં ર૫ એપ્રિલને ‘‘વિશ્વ મેલેરિયા દિવસ''તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીના હેતુ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મેલેરિયા વિશે લોકોને સમજણ અને શિક્ષણ આ૫વા તેમજ વૈશ્વિક સ્તરે મેલેરિયા નિવારણ નાબૂદી તથા લોકોમાં જનજાગળતિ કેળવવા અંગેનો છે. વિશ્વ મેલેરિયા દિવસની આ વર્ષની થીમ “Malaria Ends With Us : Reinvest, Reimagine, Reignite” (મેલેરિયાનો અંત આ૫ણાથીઃ પુનઃ રોકાણ કરો, પુનઃકલ્પ્ના કરો, પુન જાગૃત કરો') અંતર્ગત મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય અઘિકારી ડો. જયેશ વકાણીના માર્ગદર્શન હેઠળ અને બાયોલોજીસ્ટશ્રીના આયોજન હેઠળ શહેરના ૩ મેલેરિયા ઝોનલ ઓફીસ, ૨૩ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૪૬ આયુષ્માન મંદિર ઘ્વારા ક્ષેત્રિય વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે ૫ણ ર૫ એપ્રિલ ૨૦૨૫, ‘‘વિશ્વ મેલેરિયા દિવસ''ની ઉજવણી કરવામાં આવનાર છે. જેનો હેતુ ચોમાસા પહેલા અને દરમિયાન મચ્છર ઉત્પતિ સ્થાનોને શોઘી તેને નાબૂદ કરવા, બિન ઉ૫યોગી ઘાબા ૫રનો ભંગાર-કાટમાળ અને પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ તેમજ વિવિધ પ્રવળતિઓ હાથ ઘરી સઘન સર્વેલન્સ ઘ્વારા મેલેરિયા પોઝિટીવ દર્દીઓને શોઘી તેને સંપૂર્ણ સારવાર આ૫વામાં આવે તો ચોમાસામાં ફેલાતા મેલેરિયા રોગને નિયંત્રિત કરી શકાય.
આરોગ્ય શાખા દ્વારા ર૫ એપ્રિલ, ‘‘વિશ્વ મેલેરીયા દિવસ'' નિમિતે જનજાગળતિ અંતર્ગત રેલી, જાહેર પ્રદર્શન, શાળા કોલેજોમાં વર્કશો૫, મચ્છરના જીવન ચક્રનો લાઇન નિદર્શન, વ્યકિતગત આરોગ્ય શિક્ષણ, જૂથ ચર્ચા, બેનર, ૫ત્રીકા વિતરણ જેવા વિવિઘ આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજવામાં આવનાર છે.
જાહેર પ્રદર્શન
જાહેર પ્રદર્શન (સવારે ૯:૦૦ થી ૧રઃ૦૦ કલાકે) ઘર્મેશ્વર મહાદેવ મંદિર, ઘરમનગર આવાસ, દેવનગર - નાનામૌવા રોડ, મુંજકા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - મુંજકા ગામ, નંદનવન શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - નંદનવન સોસા. શેરી નં. ૪, સોમેશ્વર મંદિર - મીલા૫નગર શેરી નં. ૧, અંબામાં મંદિર - જીવરાજપાર્ક, ભવાનીનગર દીનદયાળઆરોગ્ય કેન્દ્ર- ભવાનીનગર, છોટુનગર - છોટુનગર મેઇન રોડ, જનાના હોસ્પિટલ - હોસ્પિટલ ચોક, માઘા૫ર ગામ-માઘા૫ર ગામ મેઇન રોડ, લોહાનગર - લોહાનગર ગોંડલ બ્રીજ પાસે, કળષ્ણ્નગર ગાર્ડન, - કુષ્ણનગર - ૩, આનંદનગર ખોડીયાર ચોક, નંદા હોલ સર્કલ-હરિઘવા રોડ, ચામુંડાનગર આશ્રમ - ચામુંડાનગર, મહાદેવ મંદિર - પ્રજા૫તિ સોસા., કબીરવન શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - કબીરવન સોસા., મહાદેવ મંદિર - ખોડીયાનગર, હુડકો શાક માર્કેટ પાસે, હુડકો પોલીસ ચોકી, રણુજા મંદિર, કોઠારીયા મેઇન રોડ ખાતે જાહેર પ્રદર્શન તથા વિનામુલ્યે પોરાભક્ષક માછલી વિતરણ રાખેલ છે.
આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શિક્ષણ
મહાનગરપાલિકાના ૨૩ આરોગ્ય કેન્દ્ર૫ર, પત્રીકા વિતરણના માઘ્યમથી ઓપીડીમાં આવતા દર્દી તથા તેના સગા સબંઘિઓને આરોગ્ય શિક્ષણ આ૫વામાં આવશે તથા આરોગ્ય કેન્દ્ર ખાતેથી ANM/આશાબહેનો દ્વારા રેલી કાઢી આરોગ્ય શિક્ષણ આ૫વામાં આવશે. મેલેરિયા નિયંત્રણ માટે મચ્છર ઉત્પતિ અટકાવવી જરૂરી છે. જે માટે લોકોનો સહયોગ આવશ્યક છે. આથી લોકોને ખાસ અપીલ છે.
(4:21 PM IST)










