<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી શારીરીક શિક્ષણ ભવનના અધ્‍યક્ષ પદનો ચાર્જ સંભાળતા ડો.અર્જુનસિંહ રાણા

સ્‍વર્ણીમ ગુજરાત સ્‍પોટર્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર તરીકે મહત્‍વની જવાબદારી નિભાવી હવે નવી ચેલેન્‍જ સ્‍વીકારી

રાજકોટ, તા., ૨૪ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના શારીરીક શિક્ષણ અનુસ્‍નાતક ભવનના અધ્‍યક્ષ પદે તાજેતરમાં નિમાયેલા ડો.અર્જુનસિંહ રાણાએ આજે પોતાના પદનો કાર્યભાર સંભાળ્‍યો હતો.  સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ફિજીકલ એજયુકેશન અને રમતગમતનું સ્‍તર ઉંચુ લાવવાની નેમ આ તકે તેઓએ વ્‍યકત કરી હતી.

સ્‍વર્ણીમ ગુજરાત સ્‍પોર્ટ યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર તરીકે ર૦૧૯ થી ર૦ર૪ સુધી સેવા આપનાર ડો. રાણાએ ડેસર ખાતે  યુનિવર્સિટીના નવા બિલ્‍ડીંગને નિયત સમયમાં ઉભું કરી રાજયમાં ફીઝીકલ  એજયુકેશન અને રમતનું સ્‍તર રાષ્‍ટ્રીયકક્ષાએ ઝળહળતું કરવા માટે મહત્‍વનો ભાગ ભજવ્‍યો હતો. તેઓ સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ઓફીસર ઓન સ્‍પેશ્‍યલ ડયુટી તરીકે પણ ૩ વર્ષના સમયગાળા માટે ફરજ બજાવી ચુકયા છે. આ ઉપરાંત તેઓ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના સ્‍વપ્‍નરૂપ  ફીટ ઇન્‍ડીયા મુવમેન્‍ટના ગુજરાત ખાતેના નોડલ ઓફીસર અને બ્રાન્‍ડ એમ્‍બેસેડર પણ ર૦૧૯ થી ર૦ર૪ સુધી રહી ચુકયા છે. ભારતીય ક્રિકેટ ટીમના સિનીયર અને જુનીયર ક્રિકેટરોના ફિઝીયો અને ટ્રેઇનર તરીકે પણ તેઓ ભુતકાળમાં સેવા આપી ચુકયા છે. આ ઉપરાંત આઇસીસી, ટી ટવેન્‍ટી ક્રિકેટ વર્લ્‍ડ કપના મેનેજર તરીકે અને ૧૯૯૬માં એટલાન્‍ટા ઓલમ્‍પીકમાં યુવાન સ્‍પોર્ટસ સાયન્‍ટીસ્‍ટ તરીકે ભારતનું પ્રતિનિધિત્‍વ કરી ચુકયા છે. આ ઉપરાંત રાજકોટની સદગુરૂ મહિલા હોમ સાયન્‍સ કોલેજ અને એમ.જે.કે. મહિલા કોમર્સ કોલેજના આચાર્યનો પદભાર પણ સંભાળી ચુકયા છે. ફિઝીકલ એજયુકેશન એન્‍ડ સ્‍પોર્ટસમાં ડોકટેરટ મેળવવા ઉપરાંત સ્‍પોર્ટસ મેનેજમેન્‍ટમાં પણ તેઓએ ડોકટેરેટ કર્યુ છે. ૩૦ જેટલા બહેરા-મુંગા બાળકોને અર્જુન રાણા સ્‍પોટર્સ ફાઉન્‍ડેશનમાં ખોળે લઇ સામાજીક યોગદાન પણ આપી રહયા છે. આ ઉપરાંત કેશોદ કેળવણી મંડળ કોલેજના મેનેજીંગ ટ્રસ્‍ટી અને સદગુરૂ મહિલા કોલેજ રાજકોટ અને આશ્રમ શાળા ધ્રાંગધ્રાના ટ્રસ્‍ટી તરીકે પણ સેવાઓ આપી રહયા છે. તેઓએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે,  સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના શારીરીક શિક્ષણ અનુસ્‍નાતક ભવનનું ફિઝીકલ એજયુકેશન અને સ્‍પોર્ટસનું સ્‍ટાન્‍ડર્ડ રાષ્‍ટ્રીય-આંતર રાષ્‍ટ્રીય કક્ષાએ લઇ જવાના ધ્‍યેય સાથે મેં આ પદ ચેલેન્‍જરૂપે સ્‍વીકાર્યુ છે.

 સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જુદી જુદી કોલેજના પ્રાધ્‍યાપકો, કોચ, વિદ્યાર્થીઓ (ખેલાડીઓ)ને સાથે લઇને તેઓ પોતાનું ધ્‍યેય પ્રાપ્ત કરવા અગ્રેસર રહેશે તેવું તેમણે જણાવ્‍યું હતું આજે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળતા પહેલા કુલપતિ ઉત્‍પલ જોશીએ ડો.રાણાને પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી શુભેચ્‍છાઓ પાઠવી હતી.  (૪.૮)

(3:32 PM IST)