તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
ચાર્ટર્ડ ફાયનાન્સીયલ એનાલીસ્ટની પરીક્ષામાં પ્રથમ ગ્રેડ સાથે સિધ્ધાર્થ રામનો ડંકો
અમેરિકાના વર્જીનિયાની સંસ્થા દ્વારા યોજાયેલ - રાજકોટ જીલ્લાના ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ ડીપાર્ટમેન્ટના આસી. કમિશનર આર.એન. રામના પુત્રની ઝળહળતી સિધ્ધિઃ શુભેચ્છાનો ધોધ

રાજકોટ તા.૨૪: તાજેતરમાં ચાર્ટર્ડ ફાયનાન્સીયલ એનાલીસ્ટ (સીએફએ) ઇન્સ્ટીટયુટ વર્જીનિયા અમેરીકા દ્વારા સીએફએની પરીક્ષા સમગ્ર વિશ્વના ૪૦૦ જેટલા કેન્દ્રો ઉપર યોજવામાં આવી હતી. જેમાં સિધ્ધાર્થ રામે પ્રથમ ગ્રેડ મેળવી સમગ્ર સોૈરાષ્ટ્ર-ગુજરાતમાં પોતાનો ડંકો વગાડી દીધો હતો અને સમાજ તથા પરિવારને ગોૈરવ અપાવ્યું છે.
સીએફએની પરીક્ષામાં ભારતમાંથી અંદાજે ૪૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ, બિઝનેસમેન, વિવિધ કંપનીઓના હેડ વિગેરે ભાગ લેતા હોય છે. જેમાંથી દર વર્ષે ૫૦૦ જેટલા ઉમેદવારો મેરીટ મુજબ ઉતિર્ણ થતા હોય છે, જેમાંથી સિધ્ધાર્થ રામ આ વર્ષે પ્રથમ ગ્રેડ સાથે ઉતિર્ણ થયા છે. નાનપણથી જ અભ્યાસક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ધરાવતા સિધ્ધાર્થ રામ ઇન્સ્ટીટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (ઇરમા) ખાતેથી એમ.બી.એ. થયેલા છે અને હાલમાં તેઓ મહિન્દ્રા ફાયનાન્સ મુંબઇ ખાતે મેનેજર તરીકે યશસ્વી ફરજ બજાવી રહયા છે. આ ઝળહળતી સિધ્ધિ બદલ તેઓ ઉપર શુભેચ્છાનો ધોધ વરસી રહયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સિધ્ધાર્થ રામના પિતાશ્રી આર.એન. રામ (મો.૮૪૬૯૭ ૭૦૮૮૭) રાજકોટ જીલ્લાના રાજયના ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ ડીપાર્ટમેન્ટમાં આસી. કમિશનર તરીકે સફળતાપૂર્વક પોતાની ફરજ બજાવી રહયા છે.(૨.૧૯)
(3:53 PM IST)










