News of Thursday, 24th April 2025
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર દિવગંતોની શાંતિ માટે સાંજે કેન્ડલ માર્ચ, મૌન રેલી, શ્રધ્ધાંજલી કાર્યક્રમ
કિશાનપરા ચોકથી કેન્ડલ માર્ચ શરૂ, બહુમાળી ભવન પાસે સમાપનઃ સૌને આમંત્રણ

રાજકોટઃ શહેર જીલ્લા પત્રકાર એન્ડ પ્રેસ ફોટોગ્રાફર એસોસીએશન રાજકોટ દ્વારા પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામનાર દિવગંતોની સાંજે કેન્ડલ માર્ચ, મૌન રેલી અને શ્રધ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આજે ગુરૂવારે સાંજે ૭:૩૦ વાગે કિશાનપરા ચોક બાલભવનના ગેટ પાસેથી કેન્ડલ માર્ચ શરૂ કરીને મૌન રેલી પદયાત્રા સરદાર વલ્લભભાઇની પ્રતિમા બહુમાળી ભવન પાસે પહોંચશે ત્યાં સૌ સાથે મળી બે મીનીટનું મૌન પાડી મૃતકોને શ્રધ્ધાંજલી આપવામાં આવશે.
તસ્વીરમાં પરેશભાઇ મુલીયા, સંદીપભાઇ પરમાર, ઇલાબેન મારૂ, હર્ષાબેન શેઠ, અબ્બાસભાઇ પિરઝાદા, અભીજીત બારૈયા, ફીરોઝભાઇ મોર નજરે પડે છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(4:00 PM IST)










