તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
વાવડીમાં વિકાસના દ્વાર ખુલશેઃ ટી.પી. સ્કીમ નં. ર૬, ર૭ નો ડ્રાફટ મંજુર
સરકારની હરી ઝંડીઃ ર૬માં ૧૭પ૯૧૬પ ચો.મી. રોડ તરફ તથા ર૭માં ૧૬૯૯ર૮૩ ચો.મી. ક્ષેત્રફળ જમીનનો સમાવેશઃ મનપાને કુલ ૧૬પ મેદાન મળશેઃ રોડ-રસ્તા ટનાટન બનશે

રાજકોટ, તા. ર૪: શહેરમાં થોડા વર્ષો પહેલા જ ભળેલ વાવડી વિસ્તારના વિકાસના દ્વાર ખુલશે. રાજય સરકારે ટી.પી. સ્કીમ નં. ર૬ અને ર૭ ડ્રાફટને મંજુરી આપી છે જેથી અહીં મનપાને કુલ પ.૭૩ લાખ ચો.મી. ના ૧૬પપ્લોટ મળશે. જેમાં SEWSH, વાણીજય, રહેણાંક, ગાર્ડન, પાર્કીગ તથા સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રકચર હેતુના પ્લોટનો સમાવેશ થાય છે. ઉપરાંત અહીં રોડ-રસ્તાની સુવીધામાં પણ વધારો થશે. જેમાં તુલીપ પાર્ટી પ્લોટ પાછળનો ભાગ, પરીન ફર્નીચર, મહમદી બાગ, કાંગશીયાળી રોડ સુધી, આદર્શ હાઇરાઇઝડ, વાવડી ગામનો પヘમિના ભાગથી કાંગશીયાળી રોડ સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે.
શહેરના છેવાડાના વિસ્તારો કે જે મનપાની હદમાં ભળી ગયા છે તેનો વિકાસ વધારવા માટે સરકાર દ્વારા નવી ટીપી સ્કીમોને મંજુરી આપવામાં આવી છે. મનપાએ અનેક ટીપી સ્કીમના ડ્રાફટ તૈયાર કર્યા છે. જે પૈકી વાવડીની ટીપી સ્કીન નં. ૨૬ અને ૨૭ના ડ્રાફટની સરકારે મંજુરી આપી છે. જેમાં ડ્રાફટ ટીપી સ્કીમ નં. ૨૬માં ૧૭૫૯૧૬૫ ચો.મી. ક્ષેત્રફળ તથા સ્કીમ નં. ૨૭માં ૧૬૯૯૨૮૩ ચો.મી. ક્ષેત્રફળ જમીનનો સમાવેશ કરાવામાં આવ્યો છે. જ્યારે ૯મીટર અને ૬૦ મીટરના રોડ રસ્તાઓ માટે પણ વધુ વિસ્તાર ફાળવવામાં આવ્યો છે. જેમાં ટીપી સ્કીમ નં. ૨૭ રહેણાક ઝોન અને ટીપી સ્કીમ નં. ૨૬ડ્રાફટ માં ઉદ્યોગીક ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા મનપાએ અગાઉ રજૂ કરેલ ડ્રાફટ ટીપી સ્કીમ નં. ૨૬ અને ૨૭ ને આજે મંજુરીની મહોર મારી છે. વાવડી ટીપી સ્કીમ નં. ૨૬ ડ્રાફટ નું ક્ષેત્રફળ ૧૭૫૯૧૬૫ ચો.મી. અને ૧૭૫.૯૧ હેક્ટર રહેશે. આ ટીપી સ્કીમમાં વાણીજ્ય વેચાણ, રહેણાક વેચાણ, ગાર્ડન વેચાણ, ર્પાકિંગ તથા સોશિયલ ઈન્ફાસ્ટ્રક્ચર હેતુના કુલ ૮૯ પ્લોટ જેનું ક્ષેત્રફળ ૨૨૭૧૭૮ ચો.મી. રાખવામાં આવ્યું છે. સદર ટીપી સ્કીમમાં ૯ મીટરથી ૬૦ મીટર સુધીના ટીપી રોડ માટે ક્ષેત્રફળ ૩૪૫૮૬૪ ચો.મી. જગ્યા ફાળવવામાં આવી છે. આ સ્કિમમાં ઔદ્યોગિક તથા રહેણાક વિસ્તાર આવેલ છે. જેમાં તુલીપ પાર્ટી પ્લોટની પાછળનો ભાગ પરિન ફર્નિચર, મમદીબાગ,કાંગશિયાળી રોડ સુધીનો સમાવેશ થાય છે.
વાવડી ટીપી સ્કીમ નંબર ૨૭ ડ્રાફટમાં ૧૬૯૯૨૮૩ ચો.મી.નું ક્ષેત્રફળ અને ૧૬૯.૯૨ હેક્ટર જમીનનો સમાવેશ કરવામાં આવ્યું છે. જેમાં ઈડબલ્યુએસ વાણીજ્ય વેચાણ, રહેણાક વેચાણ, ગાર્ડન સહિતના કુલ ૭૬ પ્લોટ જેનું ક્ષેત્રફળ ૩૪૬૭૩૪ ચો.મી. ફાળવામાં આવ્યું છે. આ સદન સ્કીમમાં ૯ મીટરથી ૪૫ મિટર સુધીના ટીપી રોડ માટે ૩૨૮૬૪૩ ચો.મી. ક્ષેત્રફળની જગ્યા ફાળવવામાં આવી છે. આ ટીપી સ્કીમ રહેણાક ઝોનની છે જેમાં આદર્શ હાઈરાઈઝ વાવડી ગામની પヘમિનો ભાગ તેમજ કાંગશિયાળી રોડ સુધીના વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.(
(4:07 PM IST)










