<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

રમત પ્રેમીઓ માટે રાજીપોઃ શહેરમાં બનશે વધુ એક ઇન્‍ડોર સ્‍ટેડિયમ

કાલે મનપાની સ્‍ટેન્‍ડીંગ કમિટી બેઠક વોર્ડ નં. ૧૭માં પારડી રોડ પર ર૮.પ૬ કરોડના ખર્ચે સ્‍પોર્ટ સંકુલ બનાવવા, સર્વેશ્વર ચોક વોંકળાનો વધારાના કામનો ખર્ચ મંજૂર કરવા સેન્‍ટ્રલ ઝોનનાં વોર્ડ નં. ર, ૩, ૭, ૧૩, ૧૪, ૧૭ ના વિસ્‍તારોમાં રસ્‍તાઓ ડામર કાર્પેટ, રી-કાર્પેટ કરવા સહિતની ૩ર દરખાસ્‍તોનો થશે નિર્ણય

રાજકોટ તા. ર૪ :.. શહેરના રમતપ્રેમીઓ માટે ખુશીના સમાચાર છે કેમ કે વોર્ડ નં. ૧૭ માં પારડી રોડ પર ર૮.પ૬ કરોડના ખર્ચે વધુ એક ઇન્‍દોર સ્‍ટેડીયમ બનાવવા, સર્વેશ્વર ચોકમાં વધારાના કામનો ખર્ચ મંજૂર કરવા, રામનાથ મહાદેવ મંદિર પાસે દિવાલ બનાવવા તથા શહેરના વોર્ડ નં. ર, ૩, ૭, ૧૩, ૧૪ અને ૧૭ ના વિસ્‍તારમાં મુખ્‍ય રસ્‍તાઓ, ડિઝાઇન રોડ, તેમજ ડામર કાર્પેટ સહિતની ૩ર દરખાસ્‍તો અંગે કાલે મળનાર સ્‍ટેન્‍ડીંગ બેઠકમાં નિર્ણય થશે.

આવતીકાલે તા.૨૫ના શુક્રવારે બપોરે ૧૨ કલાકે સ્‍ટે.ચેરમેન જયમીન ઠાકરની અધ્‍યક્ષતામાં સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠક મળશે. જેમાં વિકાસકામોની વિવિધ દરખાસ્‍તોનો નિર્ણય થશે.

રામનાથ મહાદેવ મંદિર પાસે રિટેઈનીંગ વોલ બનશે

મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્‍ટ યોજનામાં રામનાથ મહાદેવ મંદિર ડેવલોપીંગ પ્રોજેક્‍ટને પણ સામેલ કરવામાં આવ્‍યું છે. આજીનદીના પાણીના વહેણને વાળવા માટે તેમજ આજુબાજુના દબાણો દૂર કરી દિવાલ ચણવા માટેના કામનો પ્રારંભ કરવામાં આવશે. જેની દરખાસ્‍ત સ્‍ટેન્‍ડીંગમાં રજૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સેન્‍ટ્રલજોન હેઠળના વોર્ડ નં. ૭ માં આવેલ રામનાથ મહાદેવ મંદિર પાસે ર્પાકિંગ અને રિટેઈનીંગ હોલ બનાવવાનું રૂા. ૮૪.૭૫ હજારનું એસ્‍ટીમેન્‍ટ મંજુર કરાવમાં આવ્‍યું છે. મહાદેવ મંદિરની બાજુમાં ૮૦ રનીંગ મીટરમાં રિટેઈનીંગ હોલ બનાવવામાં આવશે. તેમજ ર્પાકિંગ વ્‍યવસ્‍થાઉભી કરાશે. આ અંગે ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેમાં ત્રણ એજન્‍સી કોલીફાઈ થતાં હવે દરખાસ્‍ત મંજુર કરી ઝડપથી દિવાલનું કામ શરૂ કરવામાં આવશે.

૨૮.૫૬ કરોડના ખર્ચે

સ્‍પોર્ટસ સંકુલ

મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પ્રકારની રમતોના ખેલાડીઓને પ્રોત્‍સાહન આપવા માટે સ્‍પોર્ટસ ગતિવિધીમાં વધારો કરવામાં આવ્‍યો છે. એક માસ પહેલા મવડી ખાતે સ્‍પોર્ટસ સંકુલનું લોકાર્પણ કર્યા બાદ હવે વોર્ડ નં. ૧૭માં પારડી મેઈન રોડ ઉપર રૂા. ૨૮.૫૬ કરોડના ખર્ચે સ્‍પોર્ટસ સંકુલ બનાવવાનો નિર્ણય લઈ ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરેલ જેની દરખાસ્‍ત સ્‍ટેન્‍ડીંગ કમિટિમાં રજૂ કરવામાં આવી છે.  રાજકોટ મહાનગરપાલિકાનાં સેન્‍ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૧૭ માં પારડી મેઇન રોડ પર આવેલ રણછોડદાસ કોમ્‍યુનિટી હોલની બાજુમાં આવેલ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીનાં ટી.પી. સ્‍કીમ નં.૫, અંતિમ ખંડ નં.૨૪૩ માં સ્‍પોર્ટસ સંકુલ બનાવવાનાં કામે વિગેરે સહિત રૂ.૨૮,૫૬,૮૦,૧૦૦/- નું એસ્‍ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે અંદાજીત ૮૧૦૨.૦૦ ચો.મી. એરીયામાં ગ્રાઉન્‍ડ ફ્‌લોરમાં કબડ્ડી, ટેબલ ટેનિસ, બેડમિન્‍ટન, ગાર્ડન, જીમ, ફિઝ્‍યોથેરાપી રૂમ, એડમીન, યુટીલીટી, જનરલ લોબી, વેઇટીંગ એરીયા, સર્વિસ રૂમ તથા ફર્સ્‍ટ ફલોર પર કોમ્‍બેટ ગેમ્‍સ અને સર્વિસ રૂમ, ટોયલેટ, લીફટ, જનરલ જીમ, બેડમિન્‍ટન ડબલ હાઇટ, ગાર્ડન, કુસ્‍તી સ્‍પર્ધા, ઇન્‍ડોર ગેમ્‍સ, ફિઝયોથેરાપી રૂમ, એડમીન, બોક્ષિંગ રીંગ અને જનરલ લોબી સાથેનાં બિલ્‍ડીંગ કામનો સમાવેશ થાય છે.

સર્વેヘર ચોક વોકળાનો વધારાનો ખર્ચ

યાજ્ઞિક રોડ ઉપર સર્વેヘર ચોકમાં વોકળો ડાયવર્ટ કરી નવું બોક્‍સ કલવર્ટ બનાવવા માટે હાલનું કામ કરનાર એજન્‍સી દ્વારા ૭.૫૦ ટકા વધુ ભાવ માંગવામાં આવેલ જેની દરખાસ્‍ત ગત સ્‍ટેન્‍ડીંગમાં રજૂ થતાં પરત મોકલવામાં આવેલ અને તેનો અભ્‍યાસ કરી ફરી ટેન્‍ડર કરાતા એજન્‍સી દ્વારા રૂા. ૪.૯૧ કરોડની ખર્ચ મર્યાદા સાથેની વધારાની માંગણી કરવામાં આવી છે.

આ ઉપરાંત વોર્ડ નં.૩માં પરસાણાનગર શેરી નં.૧ તથા રાજનગર ચોકથી લક્ષ્મીનગર અન્‍ડરબ્રીજ સુધી વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ ગટર નખાવવા, સેન્‍ટ્રોલ ઝોનમાં વોર્ડ નં.૨,૩,૭,૧૩,૧૪ અને ૧૭ ના મુખ્‍ય રસ્‍તાઓ, ડિઝાઇન રોડ તેમજ સોસાયટીઓના રસ્‍તાઓ ડામર કાર્પેટ તથા રીકાર્પેટ કરવા સહિતની દરખાસ્‍તોનો નિર્ણય થશે

(4:12 PM IST)