તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
ગોવાથી રાજકોટ પહોંચેલો ૪૫ લાખનો દારૂ ઝડપાયો
મોરબી બાયપાસથી એઇમ્સ હોસ્પિટલના રસ્તે આઇશર ટ્રક સાથે હરિયાણાના સાજીદઅલીને ઝડપી લેવાયોઃ જામનગર પહોંચાડવાનો હતો :ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં એલસીબી ઝોન-૨ની ટીમની કાર્યવાહીઃ વ્હોટ્સએપ કોલથી ડ્રાઇવર સાથે સંપર્કમાં રહેલા શખ્સની અને મોકલનારાની શોધખોળ :એલસીબી ઝોન-૨ની ટીમ, દારૂના જથ્થો, ટ્રક અને ઝડપાયેલો ટ્રકચાલક જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૫: વિદેશી દારૂના સપ્લાયરો, બૂટલેગરો ફરીથી સક્રિય થયા છે. શહેરમાં છેલ્લા એક અઠવાડીયામાં પીસીબી, ક્રાઇમ બ્રાંચ, એલસીબી અને પોલીસ સ્ટેશનોની ટીમો દ્વારા દારૂનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે. દરમિયાન શહેરની એલસીબી ઝોન-૨ ટીમે મોરબી બાયપાસથી એઇમ્સ હોસ્પિટલ રોડ એઇમ્સ ચોકમાંથી રૂા. ૪૫,૩૬,૦૦૦નો વિદેશી દારૂ ભરેલા આઇશર ટ્રક સાથે હરિયાણાના શખ્સને ઝડપી લીધો છે. ગોવા તરફથી આ દારૂ ભરીને જામનગર તરફ લઇ જતો હોવાનું રટણ તેણે કર્યુ હતું. વ્હોટ્સએપ કોલ મારફત એક શખ્સ આ ટ્રકચાલકના સંપર્કમાં હતો તેને તથા ગોવાથી જથ્થો ભરી દેનારાને શોધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ એલસીબી ઝોન-૨ની ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે મોરબી બાયપાસથી એઇમ્સ હોસ્પિટલવાળા રોડ પરથી એક દારૂ ભરેલો ટ્રક પસાર થઇને આગળ એઇમ્સ ચોકમાં ઉભો છે. આ બાતમી પરથી ટીમ ત્યાં પહોંચતા એનએલ૦૧ક્યુ-૭૪૦૫ નંબરનો ટ્રક મળી આવ્યો હતો. તેના ચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ સાજીદઅલી હાકમઅલી (ઉ.વ.૩૦-રહે. કોટલા ગામ, ઘર નં. ૧૦૨, નવી મસ્જીદ પાસે, તા.જી. નુહ, હરિયાણા) જણાવ્યું હતું.
ટ્રકમાં પોલીસે તપાસ કરતાં અંદરથી ડેનીમ-૩૦ ઓરેન્જ વોડકાની રૂા. ૭,૯૨,૦૦૦ની ૧૩૨૦ બોટલો, રોગયલ બ્લેક એપલ વોડકાની ૨૮,૦૮,૦૦૦ની ૪૬૮૦ બોટલો, ગ્રીન સ્ટેગ પ્રિમીયમ વ્હીસ્કીની ૯,૩૬,૦૦૦ની ૧૫૬૦ બોટલો મળી કુલ રૂા. ૪૫,૬૩,૦૦૦નો દારૂનો જથ્થો મળી આવતાં તે તથા ૧૦ લાખનો ટ્રક, રોકડા રૂા. ૩૩૦૦, મોબાઇલ ફોન મળી રૂા. ૫૫,૪૪,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરી સાજીદઅલીની ધરપકડ કરી હતી.
સાજીદઅલીએ પ્રાથમિક પુછતાછમાં એવુ રટણ કર્યુ હતું કે મને ગોવાથી ટ્રક અપાયો હતો અને જામનગર તરફ લઇ જવાનો હતો. જેને આ ટ્રક આપવાનો હતો તેની સાથે વ્હોટસએપથી વાત થઇ રહી હતી. પોલીસને વ્હોટ્સએપ કોલીંગના નંબર મળતાં તેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત એલસીબી ઝોન-૨ ટીમ અને ગાંધીગ્રામના સ્ટાફે આ કામગીરી કરી હતી. (૧૪.૭)કામગીરી કરનાર ટીમ
ઞ્જ એએસઆઇ જે. વી. ગોહિલ, આર. એન. મિયાત્રા, હેડકોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, શક્તિસિંહ ગોહિલ, રાહુલભાઇ ગોહેલ, હેમેન્દ્રભાઇ વાધીયા, કોન્સ. કુલદિપસિંહ રાણા, ગાંધીગ્રામના અમીનભાઇ ભલુર અને પ્રશાંતભાઇ ગજેરા
(2:42 PM IST)










