તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
૧૦૮ માળા કરશો તો ૧૦૮ માં નહીં જવું પડેઃ ભાગવત આચાર્ય પારસભાઈ પંડયા
ઘેર જાવું ગમતું નથી અહીં, ઘ વન વર્લ્ડ રેસીડેન્સીમાં ખરા અર્થમાં સાકાર, રામજન્મ, કળષ્ણ જન્મના પ્રસંગો બહેનો, બાળકો, યુવતીઓ કે બાળાઓ સહિતના શ્રોતાઓ રસ તરબોળ, અદભુત દૃશ્યો સર્જાય છે જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઈ ગડેચા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, કોર્પોરેટર હિરેનભાઈ ખીમાણીયા સહિતના અગ્રણીઓ દ્વારા આયોજનની ભરપૂર પ્રશંસા

રાજકોટ તા.૨૫: ફકત ત્રણ દિવસમાં ભાગવત સપ્તાહનું અદભુત આયોજન ૧૫૦ રીંગ રોડ અયોધ્યા ચોક નજીક આવેલ ધ વન વર્લ્ડ રેસી. મા સહુ રહેવાસીઓ દ્વારા પોત પોતાની રીતે ઉપાડી લેતા એક અનોખો અને ભક્તિમય માહોલ ખડો થયો છે. ઘેર જાવું ગમતું નથી એ વન વર્લ્ડ રેસી.માં ખરા અર્થમાં સાકાર થયું છે. રામ જન્મ, કળષ્ણ જન્મ અંતગત જે માહોલ સર્જાયો તેનું શબ્દમા વર્ણન થાય તેમ નથી. કથા આચાર્ય ધર્મેશભાઈ પંડ્યાના સહયોગથી જાણીતા ભાગવતાચાર્ય પારસભાઈ પંડયા પોતાની અદ્ભુત અને શ્રોતાઓ રસ તરબોળ થાય તેવી શૈલીમાં આ અગાઉના દિવસે કળયુગ કયા કયા છે? તેનું વર્ણન કરતાં જણાવેલ કે, જુગાર, દારૂ, પરષાી ગમન અને અત્યારે જેના ભાવ આસમાને છે તે સોનામાં પણ કળયુગનો વાસ હોવાનું જણાવ્યા બાદ, હસતા હસતાં જણાવેલ કે, બહેનો મૂંઝાતા નહીં અનીતિથી મેળવેલ નાણાંથી ખરીદ કરેલ સોનામાં જ કળિયુગનો વાસ હોય છે એક વિસ્તળત ઉદાહરણ દ્વારા ભગવતાચાયૅ પારસભાઈ પંડ્યાએ જણાવેલ કે, જ્યારે પણ મળત્યુ નજીક હોવાનો સતાવે ત્યારે ઇશ્વર કળપા મેળવવા ભાગવત કથા સાંભળવી.૧૦૮ માળા કરશો તો ૧૦૮ માં હોસ્પિટલે નહીં જવું પડે. બાળકો, બહેનો, યુવતીઓ, નાની બાળાઓના ભક્તિરસથી ગોકુળધામમાં વન વર્લ્ડ પરિવર્તિત થયું છે. જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઈ ગડેચા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, કોર્પોરેટર હિરેનભાઈ ખીમાણીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી અદભુત આયોજનનો પ્રશંસા કરી હતી
(2:33 PM IST)










