<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

રાજકોટના વેપારી સાથે છેતરપીંડી કરનાર ઉત્‍કર્ષ ઇસ્‍પાત એલએલપીના માલીક સામે ગુન્‍હો નોંધાયો

રાજકોટના વેપારી નિમેષભાઇ લાખાણીએ લોખંડનો ભંગાર મોકલ્‍યા બાદ રૂપીયા ન આપનાર નિરજ આર્યા સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ કરી

રાજકોટ, તા., રપઃ રાજકોટના વેપારી સાથે ૧૩ લાખની છેતરપીંડી કરનાર સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે

મળતી વિગતો મુજબ રાજકોટ રૈયા ટેલીફોન એક્ષચેંજ પાછળ તુલસીપત્ર એપાર્ટમેન્‍ટમાં રહેતા અને પડવલામાં રચના ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં જલારામ એન્‍ટરપ્રાઇઝ નામે સ્‍ક્રેપની પેઢી ધરાવતા નિમેશભાઇ ભુપેન્‍દ્રભાઇ લાખાણીએ ઉત્‍કર્ષ ઇસ્‍પાત એલ.એલ.પી. ના માલીક નિરજ જયદેવભાઇ આર્યા સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

હું પડવલા ખાતેસને ર૦રર થી જલારામ એન્‍ટરપ્રાઇઝ નામે સ્‍કેપ (લોખંડનો ભંગાર)ની લે-વેચનો વ્‍યવસાય કરૂ છુ અને સને ૨૦૧૮ થી યુ લોખંડનો ભંગાર ઉત્ત્કર્ષ ઇસ્‍પાત એલ. એલ.પી ઓફીસ સરનામું રાજકોટ ૧૫૦ ફૂટ રીંગરો ૧ બીગ બજાર સામે, ધ ઈમ્‍પીરીયલ હાઇટલ બી-૯૦૩ પેઢીનું સરનામું બામણબોર જી.આઇ.ડી.સી. પ્‍લોટ નં. ૭૧૮,૩૧ ૯.પાળા નીરજભાઈ જયદેવભાઈ આર્યા મો. નઃ૯૮૨૫૨૨૮૨૬૮ વાળાને લોખંડનો ભંગાર વેચાણ કરૂ છુ અને શું આ ઉત્ત્કર્ષ ઇસ્‍પાત એલ. એલ.પી માં લોખંડના ભંગારની ટ્રક મોકલું એટલે બે ત્રણ દીવસમા તેઓ મને પેમેન્‍ટ કરી આપતા તા અને ગઈ તારીખ ૦૯/૧૦/૨૦૨૪ ના રોજ ઉત્ત્કર્ષ ઈસ્‍પાત એલ.એલ.પી ના મેનેજર ચીરાગભાઈ દવે મને ત્રણ ટ્રક  ભંગાર મોકલવાનું કહેલ જેથી મે તારીખ ૧૨/૧૦/૨૦૨૪ ના રોજ ઈ-વે બીલ ૧૪-૨-૧૧૭૮ મા ૧૨ ટન ૨૫૦ કીલો ગ્રામ કી.રૂ.૪.૯૦,૦૨૫/- નો લોખંડનો ભંગાર મોકલાવેલ હતો ત્‍યારબાદ તારીખ ૧૪/૧૦/૨૦૨૪ ના રોજ ઈ-વે બીલ નંબર થી ટ્રક ૨જી ને GJ-03-AT-132 0. મા ૮૩ન ૧૫૫ કીલો ગ્રામ કી.રૂ.૩, ૫૩,૩૧૧/- ની વોખંડનો બગાર મોકલાવેલ હતો. તારીખ ૧૯/૧૦/૨૦૨૪ ના રોજ ઈન્‍ગે બીલ નંબર ૬૬૧૮૦૧૦૩૭૮૨૨ થી ૫ જી ને GJ-25-U-3259 માં ૧૩ ટન ૯૦ કીલો ગ્રામ કી.રૂ.૫, ૧૩,૪૪૮/- નો લોખંડનો ભંગાર મોકલાવેલ હતો જેથી મારે આ ઉત્ત્કર્ષ ઇસ્‍પાત એલ.એલ.પી પાસેથી કુલ રૂપીયા ૧૩. ૦૪, ૧૦૨/- નું પેમેન્‍ટ લેવાનું હોય જેથી મે અવાર નવાર કંપનીના માલીક નીરજભાઈ જયદેવભાઈ આર્યા  તેમજ કંપનીના મેનેજર તેમજ કર્મચારીઓને ફોન કરતા ખોટા બહાના બતાવતા હોય અને આજદીન સુધી પેમેન્‍ટ  ન કરી છેતરપીંડી કરેલ છે. આ ફરીયાદ અન્‍વયે શાપર-વેરાવળ પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. (૪.૨૪)

(2:44 PM IST)