<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

સામાકાંઠા વિસ્‍તારમાં મારામારીના ૧૭ ગુનામાં સામેલ નામચીન અરબાઝ ઉર્ફે રઇશ પાસામાં ધકેલાયો

બી-ડીવીઝન પોલીસના પી.આઇ. એસ.એસ.રાણે તથા સ્‍ટાફે વોરંટની બજવણી કરી અરબાઝને સુરત જેલ હવાલે કર્યો

રાજકોટ તા.૨૫: શહેરના સામાકાંઠા વિસ્‍તારમાં મારામારીના ૧૭ ગુનામાં સામેલ નામચીન શખ્‍સને બી-ડીવીઝન પોલીસે પાસામાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ શહેરના સામાકાંઠા વિસ્‍તારમાં તથા એ-ડીવીઝન અને ગાંધીગ્રામ પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં મારામારી સહિતના ૧૭ ગુનામાં સામેલ શખ્‍સને નામચીન અરબાઝ ઉર્ફે રઇશ મહંમદભાઇ ભાડુલા(ઉ.વ.૨૧) (રહે-મોરબી રોડ ચામડીયા ખાટકીવાસ ) ને પાસામાં ધકેલવા માટે પીસીબીના ઇન્‍ચાર્જ પી.આઇ. એમ.આર.ગોંડલીયા, હેડ કોન્‍સ રાજુભાઇ દહેકવાલ સહિતે દરખાસ્‍ત કરતા પોલીસ કમીશનરે વોરંટ ઇશ્‍યુ કરતા બી-ડીવીઝન પોલીસ મથકના પી. આઇ. એસ. એસ. રાણે સહિતના સ્‍ટાફે નામચીન શખ્‍સ અરબાઝ ઉર્ફે રઇશ મહમંદભાઇ ભાડુલા (ઉ.વ.૨૧) ની પાસા હેઠળ અટકાયત કરી તેને સુરત જેલ હવાલે કરવામાં આવ્‍યો હતો.

(2:44 PM IST)