તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
વાજડી-વિરડાના કાદમ્બરી પાર્કની જમીનનો વેચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો રદ કરતી સિવિલ કોર્ટ

રાજકોટ, તા., રપઃ અત્રે કરોડો રૂપિયાની મિલ્કતનો વાજડી-વીરડા ગામના કાદમ્બરી પાર્કના પ્લોટનો વેચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો રાજકોટની સીવીલ કોર્ટના સીવીલ જજ શ્રી ખંડેલવાલે ચુકાદો આપી દાવો રદ કર્યો હતો.
આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, રાજકોટ તાલુકાના ગામ વાજડી વીરડાના રેવન્યુ સર્વે નં. ૯૦ પૈકી તથા ૯૧૧ પૈકીની જમીન ઉપર આવેલ કાદમ્બરી પાર્ક ના પ્લોટ નં. ૩ ની જમીન ચો.મી.આ. ૭૬૭-૦૦ વાળી જમીન પ્રતાપભાઈ કાળુભાઈ બસીયા વીગેરેનાઓએ રજી.વે.દ.અનુ.નં. ૧૯૦, તા. ૦૮:૦૧/૧૯૮૬ ના રોજથી હંસાબેન કાંતીલાલ મોદીના કુલમુખત્યાર મહેશકુમાર જયંતીલાલ બાવીસી પાસેથી ખરીદ કરેલ હતી તે રીતે વાદીનો કબજો ભોગવટો, માલીકી આવેલ છે તેમ જણાવી તેમણે રાજકોટની સીવીલ કોર્ટમાં પોતાના કબજાના રક્ષક્ષ માટે અને આ મિલ્કત સંબંધે નરેન્દ્રસિંહ નાનભાઈ વાઢેરે મધુસુદન બાબુલાલ સોની જોગ ૧૯૮૫ ના રોજ કરેલ વેચાણ દસ્તાવેજ તેમજ મધુસુદન સૌનીએ જયેશભાઈ મહેતા જોગ ૧૯૮૮ કરેલ વેચાણ દસ્તાવેજ અને જયેશભાઈએ ઉર્મીલાબેન બદીયાણી જોગ ૧૯૯૫ માં કરેલ વેચાણ દસ્તાવેજ અને ઉમીલાબેન બદીયાણીએ રાજકોટના રહીશ જીગીષાબેન પ્રશાંતભાઈ મહેતા જોગ ૧૯૯૫ માં કરેલો દસ્તાવેજ રદ કરવા દાવો કરેલો હતો.
આ દાવામાં પ્રતિવાદી નં. ૧ જીગીષાબેન પ્રશાંતભાઈ મહેતા વતી રાજકોટના ધારાશાષાી અર્જુન પટેલ દ્વારા જીગીષાબેન વતી એવો બચાવ લેવામાં આવેલ કે, આ દાવાના વાદી પ્રતાપભાઈ કાળુભાઈ બસીયા એ જેની પાસેથી દાવાવાળી મિલ્કત ખરીદ કર્યાનું જણાવે છે તે હંસાબેન કાંતીલાલ મોદીએ અગાઉ આ જ પ્લોટ બાબતે સીવીલ કોર્ટમાં દિવાની કેસ નં. ૬૮૩/૮૭ નરેન્દ્ર નાનભાઈ વાઢેર સામે દાવો દાખલ કરેલ હતો તે દાવો કોર્ટે રદ કરેલો રિસ્ટોરેશનની અરજી પણ રદ થયેલ અને ત્યારબાદ હંસાબેન કાંતીલાલ મોદીએ બોમ્બે લેન્ડ રેવન્યુ રૂલ્સ ૧૦૮(૫) હેઠળ નાયબ કલેકટર સમક્ષ નરેન્દ્ર નાનભાઇ વાઢેરના સામે નામે દાખલ થયેલ નોંધ ચેલેન્જ કરેલ હતી જેની અપીલ પણ નાયબ કલેકટરશ્રીએ રદ કરેલ.
દાવાવાળી મિલ્કતમાં વાદી પ્રતાપભાઈ કાળુભાઈ બસીયા કે વાદીએ જેની પાસેથી મિલ્કત ખરીદ કર્યાનું જણાવે છે તે હંસાબેન મોદી પાસે કાયદેસરનું કોઈ ટાઈટલ હતુ જ નહી તેમજ તા.૨૪/૧૦/૮૩ ના રોજ ચિતરંજન કે. મોદી નરેન્દ્રસીંહ નાનભાઈ વાઢેરના મુખત્યાર હતા જ નહી અને તેથી તેઓને હંસાબેન કાંતીલાલ મોદી જોગ કોઈ વેચાણ દસ્તાવેજ કરવા હકક, અધિકાર કે સતા હતી નહી. આમ છતા ફોડ આચરી ફોર્જરી કરી ચિતરંજન મોદીએ પોતાની સગી બહેન હંસાબેન મોદીના નામનો વેચાણ દસ્તાવેજ છળકપટથી કરેલ. તેમજ ડો. ચિતરંજન કે, મોદીને આપવામાં આવેલ કુલમુખત્યારનામું તા.ર૦-૧૦-૮૩ના રોજ રદ કરવામાં આવે છે આમ છતાં તેને હંસાબેન કાંતીલાલ મોદીના નામે તા.૨૪/૧૦/૮૩ ના રોજનો બોગસ વેચાણ દસ્તાવેજ કરી નાખેલ છે જેથી વાદીને કોઈ કાયદેસરનુ ટાઈટલ પ્રાપ્ત થયેલ નવી અને પ્રતિવાદીઓના દસ્તાવેજો નહી પરંતુ ખુદ વાદીનો દસ્તાવેજ અને વાદી જેની પાસેથી ઉતરોતર ખરીદ કરેલાનું જણાવે છે તેના દસ્તાવેજો ૨દ થવાને પાત્ર છે.
આ કાયદો મિલ્કત ખરીદનારને તે જે મિલ્કત ખરીદ કરવા માંગે છે તેવી મિલ્કત ઉપર કોઈ કાનુની જવાબદારી ઓ આવેલી છે કે કેમ તેની પણ માહીતી પુરી પાડે છે. અદાલતે વધુમાં નોંધ્યુ છે કે પાવર ઓફ એટની મિલ્કત ટ્રાન્સફર કરવાનુ ઈન્સટ્રુમેન્ટ નથી અને તેથી મુખત્યારનામું મિલ્કતના કોઈપણ જાતના રાઈટ, ટાઈટલ કે ઈન્ટ્રસ્ટ પુરા પાડતા નથી. પાવર ઓફ એટર્ની થી માત્ર એજન્સી ક્રિએટ થાય છે અને મિલ્કતના માલીક ચૌકકસ કાર્યો કરવાની સતા તેના મુખત્યારને આપે છે. આ કાનુની સિધ્ધાંત ને લક્ષમાં લઈ સીવીલ કોર્ટે ઠરાવેલ છે કે આ વાદી જે ફુલમુખત્યારનામાના આધારે વેચાણ દસ્તાવેજ થી માલિક બન્યાનુ જણાવે છે તે મુખત્યારનામું આવા વેચાણ દસ્તાવેજ કરવા માટે કુલમુખત્યારને અધિકળત કરતા નથી અને કોઈ જ માલીકી હકક વાદીમાં સ્થાપીત થયેલ નથી. વાદીના કુલમુખત્યારની વર્તણુક પણ ધ્યાને લઈ અદાલતે વાદીનો દાવો રદ કરેલ છે,
આ કામમાં પ્રતિવાદી જીગીષાબેન પ્રશાંતભાઈ મહેતા વતી એડવોકેટ તરીકે રાજકોટના ધારાશાષાી અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી, ભાર્ગવ એ. પાનસુરીયા, આકાંક્ષા એચ. રાજદેવ રોકાયેલ હતા. (૪.૨૩)
(3:00 PM IST)










