<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

વોર્ડ નં.૦૩માં કુલ રૂ.૧૪.૩૩ કરોડના વિકાસ કાર્યો મંજુરઃ કોર્પોરેટરોની રજુઆત ફળી

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૩માં રૂ.૧૩.૬૦ પરસાણાનગર શેરી નં.૦૧ માં વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ ગટરનુ કામ, રૂ.૧૯.૨૫ લાખના ખર્ચે ઘંટેશ્વર-વર્ધમાનનગર વિસ્‍તારની વી.-૮૮ સોસાયટીમાં (નવા ૧૫૦' રીંગ રોડ પર એસ.આર.પી. કેમ્‍પ  સામે) ‘જનભાગીદારી યોજના' હેઠળ ૧૫૦એમ.એમ. તથા ૧૦૦ એમ.એમ. ડાયા.ની ડી.આઇ. પાઇપલાઇન નાંખવાનુ કામ, રૂ.૪.૪૦ કરોડના ખર્ચે ૧૫૦ ફૂટ રીંગ રોડ માધાપર સર્કલની દક્ષિણ, પヘમિ (પાર્ટ-૧)માં ડ્રેનેજ પાઇપ લાઇન, હાઉસ કનેકશન ચેમ્‍બર તથા રોડ રીસ્‍ટોરેશનનું કામ, રૂ.૪.૩૭ કરોડના ખર્ચે ૧૫૦ ફૂટ રીંગ રોડ માધાપર સર્કલની દક્ષિણ, પૂર્વ (પાર્ટ-૪)માં ડ્રેનેજ પાઇપ લાઇન, હાઉસ કનેકશન ચેમ્‍બર તથા રોડ રીસ્‍ટોરેશનનું કામ, રૂ.૨.૭૪ કરોડના ખર્ચે ૧૫૦ ફૂટ રીંગ રોડ માધાપર સર્કલની ઉત્તર, પヘમિ (પાર્ટ-રબી)માં ડ્રેનેજ પાઇપ લાઇન, હાઉસ કનેકશન ચેમ્‍બર તથા રોડ રીસ્‍ટોરેશનનું કામ તથા રૂ.૨.૧૭ કરોડના ખર્ચે ૧૫૦ ફૂટ રીંગ રોડ માધાપર સર્કલની ઉત્તર, પ?મિ (પાર્ટ-રએ)માં ડ્રેનેજ પાઇપ લાઇન, હાઉસ કનેકશન ચેમ્‍બર તથા રોડ રીસ્‍ટોરેશનનું કામ આમ કુલ રૂ.૧૪.૩૩ કરોડના જુદા જુદા કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. 

ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૩ કોર્પોરેટર અને ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા તથા કોર્પોરેટર બાબુભાઇ ઉઘરેજા, અલ્‍પાબેન દવે તથા કુસુમબેન ટેકવાણી દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.(૪૦.૨૩)

(3:04 PM IST)