<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

વોર્ડ નં.૦૮માં રૂા.૬૧.૩૮ લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ ગટર નખાશે

રાજકોટઃ  મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૮માં રૂા.૬૧.૩૮ લાખના ખર્ચે નાનામવા મેઇન રોડ પર રાજનગર ચોકથી લક્ષ્મીનગર અન્‍ડર બ્રિજ સુધી વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ ગટર નાખવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૮ ના કોર્પોરેટરશ્રીઓ અશ્વિનભાઈ પાંભર, બિપિનભાઈ બેરા, ડૉ.દર્શનાબેન પંડ્‍યા તથા પ્રીતિબેન દોશી દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(3:05 PM IST)