<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

વોર્ડ નં.૦૫માં પ્રપોઝડ લાયન સફારી પાર્ક વિસ્‍તારમાં GSR બનાવાશે

રાજકોટ, તા.૨૫: મહાનગર પાલિકાના વોર્ડ નં.૦૫માં આવેલ રાજકોટ મહાનગરપાલિકાના પ્રાણી ઉદ્યાન ખાતે પ્રપોઝડ લાયન સફારી પાર્ક વિસ્‍તારમાં રૂ.૭૫.૫૦ લાખના ખર્ચે GSR બનાવવાનુ કામ આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૫ના કોર્પોરેટર દિલીપભાઇ લુણાગરીયા, રસીલાબેન સાકરીયા તથા ડૉ.હર્દિકભાઇ ગોહિલ દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(3:05 PM IST)