<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

વોર્ડ નં.૦૭માં રામનાથ મંદિર પાસે પાર્કીંગ માટે રિટેઈનીંગ વોલ બનાવાશે

રાજકોટ, તા.૨૫: મહાનગર પાલિકાના વોર્ડ નં.૦૭માં રૂ.૭૭.૧૨ લાખના ખર્ચે રામનાથ મહાદેવ મંદિર પાસે પાર્કીંગ માટે રીટેઇનીંગ વોલ કરવાનું કામ તથા રૂ.૧.૭૭ કરોડના ખર્ચે સર્વેશ્વર ચોકથી યાજ્ઞિક રોડને જોડતા હયાત વોંકળો ડાયવર્ટ કરી નવુ બોક્‍સ કલવર્ટ બનાવવાના કામ અંતર્ગત બાકી રહેતુ વધારાનુ કામ, આમ કુલ રૂ.૨.૫૪ કરોડના વિકાસ કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૭ના કોર્પોરેટર દેવાંગભાઇ માંકડ, ડૉ.નેહલભાઇ શુક્‍લ,  વર્ષાબેન પાંધી તથા જયશ્રીબેન ચાવડા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે. (રર.૧૮)

(3:06 PM IST)