તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
વોર્ડ નં.૧૨મા વાવડી વિસ્તારનાં અલય ગાર્ડન સોસાયટીમાં ‘જનભાગીદારી યોજના'હેઠળ ડી.આઇ. પાઇપલાઇન બીછાવશે

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૨માં રૂા. ૩૨.૩૫ લાખના ખર્ચે વાવડી વિસ્તારમાં આવેલ અલય ગાર્ડન સોસાયટીમાં‘જનભાગીદારી યોજના'હેઠળ ડી.આઇ. પાઇપલાઇન નાંખવાનુ કામ આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.
ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર ડો. પ્રદીપભાઈ ડવ, મગનભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા તથા અસ્મિતાબેન દેલવાડીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(3:06 PM IST)










